________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૦૧ દૃષ્ટિરાગી મનુષ્ય પોતે માનેલી વાતને એટલી બધી હદે પકડી રાખે છે કે તે વાત ખોટી છે. યુક્તિસંગત નથી, આમ સમજાય તો પણ તેને જોર-શોરથી પકડી રાખે છે અને યુક્તિ-પ્રયુક્તિઓથી તેને સત્ય જ સાબિત કરવા પ્રયત્ન કરે છે અને પોતે સ્વીકારેલી વાતનો જ અતિશય આગ્રહ હોવાથી બીજાની વાત સાચી હોય તો પણ તે માન્યતાને સ્વીકારવાની અને સત્ય સમજવાની ઉદારતા આ જીવ દાખવી શકતો નથી. પોતાની માનેલી ખોટી વાતના આગ્રહના કારણે સત્ય વાત સાંભળવા કે સમજવા આ જીવ તૈયાર જ થતો નથી. પરંતુ પોતાની માનેલી વાતને જ યેનકેન પ્રકારે સત્ય સાબિત કરવા પ્રયત્ન કરે છે. //રા/ પતિતવ્ય નૈઃ સર્વેદ, પ્રાય: નીનુમાવત: | पापो मत्सरहेतुस्तद् निर्मितोऽसौ सतामपि ॥३॥
ગાથાર્થ - પાંચમા આરાના કાળના પ્રભાવથી પ્રાયઃ સર્વલોકોનું પતન થવું સંભવિત છે, તેથી જ સજજન પુરુષોને પણ માત્સર્ય ભાવનું કારણ બને એવા આ પાપી દષ્ટિરાગનું નિર્માણ થયેલું છે. - વિવેચન-દષ્ટિરાગ એ મહાભયંકર પાપ છે. એમ સમજાવી ગ્રંથકાર મહર્ષિ એવા દોષથી દૂર રહેવાની હિતશિક્ષા આપે છે કે પુરુષો, સપુરુષો હોવાથી જ તેમના મનમાં હંમેશાં ઉત્તમ ભાવનાઓનો જ પ્રવાહ વહેતો હોય છે. શ્રેષ્ઠ ભાવનાઓથી જ તેમનું હૃદય ભરેલું હોય છે. તેના કારણે વર્તમાનકાલીન જીવોમાં પાંચમા આરાના પ્રભાવે તત્ત્વ વિમુખતા (તાત્ત્વિક યથાર્થ જ્ઞાનદશાથી દૂર રહેવાપણું) વિશેષ પ્રમાણમાં દેખાય છે. તે જોઈને તે જીવોને દોષ આપતા નથી, પરંતુ પાંચમા આરાના કાળનો પ્રભાવ જ આવો છે કે જીવોમાં દૃષ્ટિદોષ પેદા કરે છે. એમ ગ્રંથકારશ્રી દષ્ટિરાગની ભયંકરતા વર્ણવે છે માટે દૃષ્ટિદોષની ભયંકરતા જણાવીને તેનો ત્યાગ કરવાનો જ ગ્રંથકારશ્રી ઉપદેશ આપે છે.