________________
૧૦૨ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર આ કલિકાલમાં જન્મેલા જીવોમાં કલિકાલના પ્રભાવથી જ વક્રતા અને જડતા સવિશેષ હોવાથી લોકોનું અધઃપતન અને દુર્ગતિગમન બીજા આરાઓ કરતાં સવિશેષ સંભવે છે. તે કારણથી જ સજજન પુરુષો પણ કાળના પ્રભાવે પરસ્પર અતિશય માત્સર્યભાવવાળા થઈને વાદ-વિવાદમાં પ્રસ્ત થઈને પોતાનું કિંમતી માનવ જીવન નિરર્થક પૂર્ણ કરી દે છે. માનવ ભવ હારી જાય છે.
પરંતુ ગુણગ્રાહી દૃષ્ટિ અને મધ્યસ્થભાવ=તટસ્થભાવ રાખવા દ્વારા તત્ત્વદૃષ્ટિ જીવનમાં લાવીને અન્તર્મુખ બનવાનો અને આત્મતત્ત્વની સાધના કરવાનો સાચો પ્રયત્ન આવા જીવો કરી શકતા નથી. દૃષ્ટિરાગમાં જ અંજાઈ જાય છે. આ દૃષ્ટિરાગના સર્જનમાં કલિકાલનો પ્રભાવ જ પ્રધાનતાએ કારણ છે. //all मोहोपहतचित्तास्ते, मैत्र्यादिभिरसंस्कृताः । स्वयं नष्टा जनं मुग्धं, नाशयन्ति च धिग् हहा ॥४॥
ગાથાર્થ - દૃષ્ટિરાગ સ્વરૂપ મોહદશાથી જેઓનું ચિત્ત હણાયેલું છે તથા મૈત્રી આદિ ઉત્તમ ભાવનાઓથી જેઓનું ચિત્ત સંસ્કાર પામેલું નથી, તેઓ પોતે નાશ પામે છે અને બીજા મુગ્ધ (ભોળા) જીવોને નાશ પમાડે છે. (ધર્મભ્રષ્ટ કરે છે, તેવા પ્રકારના મોહાધીન જીવોને ધિક્કાર છે, ધિક્કાર છે. //૪ll
વિવેચન - દૃષ્ટિરાગ કેટલો ભયંકર છે ? તે વાત ગ્રંથકારશ્રી ભવ્ય જીવોના ઉપકાર માટે સમજાવે છે કે –
દૃષ્ટિરાગથી દૂષિત હૃદયવાળા મતાવલંબીને પોતાના મતનો અતિશય આગ્રહ હોય છે. તેથી તે અન્ય સર્વ મતોનો વિરોધ કરે