________________
૩૯
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ હણી નાખવા જોઈએ (અર્થાત નવ નોકષાયોનો નાશ કરવો જોઈએ.) //૧રો.
વિવેચન :- આત્મકલ્યાણના ઇચ્છુક આરાધક આત્માઓએ હર્ષશોકાદિ નવ નોકષાયોનો પણ નાશ કરવો જોઈએ. કારણ કે નોકષાયો પણ કષાયોના પ્રેરક-ઉત્તેજક અને સહાયક હોવાથી કષાયોના વિજયની ઇચ્છાવાળાએ નોકષાયોનો પણ પોતાના આત્મદ્રવ્યમાંથી સર્વથા નાશ કરવો જોઈએ. હાંસી-ખુશી-મજાક, પરસ્પર પ્રીતિઅપ્રીતિ આ બધા ભાવો આ જીવમાં ધીરે ધીરે પ્રવેશ પામ્યા છતા કષાયોને અવશ્ય લાવે જ છે. હાંસી-મજાક કરતાં ખોટું લાગે તો દ્વેષ થાય છે. ક્રોધ પ્રગટ થાય છે અને લડવાડ શરૂ થાય છે. જીવનભર અબોલા શરૂ થાય છે તથા જો હાંસી-મજાકમાં ગરકાવ થઈ જવાય અને જો દ્વેષ કદાચ ન વધે તો ક્યારેક પ્રીતિ-વૃદ્ધિ પામે છે. એટલે રાગાદિ કષાયો વધે છે. માટે અંતે તો હાસ્યાદિ મોહના વિકારો જ છે. આ વિકારો જીવનું પતન કરનારું જ તત્ત્વ છે. માટે જેમ થોડી પણ આગનો ભરોસો ન કરાય, તે થોડી આગ પણ આખા ઘરને બાળે જ છે. તેમ થોડા પણ કષાયો આ આત્માનું પતન કરે જ છે. માટે સર્પાદિ ઝેરી પ્રાણીઓ કરતાં પણ અતિશય વધારે ભયંકર છે. સર્પાદિનાં વિષ ભવમાં એક જ વાર મૃત્યુ કરાવે છે. જ્યારે આ નોકષાયો કષાયોના મદદગાર થયા છતા આ જીવને ભવોભવમાં મારે છે. ઘણો જ સંસાર વધારે છે. આ આત્માનું ઘણું જ અહિત કરે છે. કલ્યાણ પ્રાપ્ત કરવામાં ઘણો વિલંબ થઈ જાય છે, માટે કષાય કે નોકષાયનો આશ્રય કરવો નહીં, પરંતુ કષા તથા નોકષાયોનો નાશ કરે એવા પ્રતિસ્પર્ધી ક્ષમા આદિ ગુણોનો જ આશ્રય કરવો જોઈએ તો જ આ આત્માનું કલ્યાણ થાય છે. માટે આ જીવનમાં કષાયોને અલ્પ પણ સ્થાન આપવું નહીં. ||૧૨ા