________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
ગાથાર્થ :- ક્ષમા ગુણની પ્રાપ્તિ દ્વારા ક્રોધનો, માર્દવતા (કોમળતા)ના ગુણની પ્રાપ્તિ દ્વારા માનનો, ઋજુતાભાવ (સરળતા ગુણ)ની પ્રાપ્તિ દ્વારા માયાનો અને સંતોષગુણની પુષ્ટિ દ્વારા લોભનો અવશ્ય નાશ કરવો જોઈએ. ।।૧૧।।
३८
ભાવાર્થ :- સામાન્યથી સંસારમાં એવો નિયમ છે કે જેનો નાશ કરવો હોય, તેના વિરોધીનો આશ્રય લેવો જોઈએ તો જ વિરોધીના આશ્રયથી બળવાન બનેલો આ જીવ જેનો નાશ કરવા ધારે છે, તેનો નાશ કરી શકે. જેમ ઠંડીનો નાશ કરવો હોય તો હીટર ચાલુ કરવું પડે અને ગરમીનો નાશ કરવો હોય તો પંખો ચલાવવો પડે. તેમ ક્રોધનો નાશ કરવો હોય તો ક્ષમાગુણનો આશ્રય કરવો જોઈએ. કારણ કે ક્ષમા એ ક્રોધનું વિરોધી તત્ત્વ છે. તેવી જ રીતે માનનો નાશ કરવો હોય તો નમ્રતા (માર્દવતા)નો આશ્રય કરવો જોઈએ તથા માયાનો નાશ કરવો હોય તો આર્જવતા (સરળતા)નો આશ્રય કરવો જોઈએ તથા લોભનો નાશ કરવો હોય તો સંતોષ ગુણનો આશ્રય કરવો જોઈએ. સારાંશ કે ક્ષમાગુણનો આશ્રય કરીને ક્રોધનો નાશ, માર્દવતા (નમ્રતા) ગુણનો આશ્રય કરીને માનનો નાશ, આર્જવતા ગુણનો આશ્રય કરીને માયાનો નાશ અને સંતોષગુણનો આશ્રય કરીને લોભનો નાશ આ સાધક આત્માએ કરવો જોઈએ. આ રીતે કરવાથી જ જીવનું કલ્યાણ થાય છે. |૧૧|| हर्षः शोको जुगुप्सा च भयं रत्यरती तथा । વેન્રયં ચ ઇન્તવ્ય, તત્ત્વજ્ઞે ઢૂંઢ ધૈર્યતઃ
॥
ગાથાર્થ :- તત્ત્વજ્ઞ આત્માઓએ વિશિષ્ટ એવો ધૈર્ય ગુણ ધારણ કરીને હર્ષ ૧, શોક ૨, જુગુપ્સા ૩, ભય ૪, રિત ૫ અને અરિત ૬ અને ત્રણ વેદ ૯, એમ નવ નોકષાયોને પોતાના જીવનમાંથી