________________
યોગસાર
૩૦૦
પંચમ પ્રસ્તાવ અનેક પ્રકારનાં દુઃખો સહન કરવાનું કામકાજ કરે છે. માટે સંકટોનુંમુશ્કેલીઓનું ઘર છે.
(૫) લોભ એ શોક-ભય આદિ વિકારોનું મૂલભૂત ઉત્પત્તિ સ્થાન છે. કારણ કે લોભી જીવ ધનાદિના લોભની પ્રધાનતાએ ઉંડા વિચાર કર્યા વગર ઘણાં સાહસ કરે છે અને પાછળથી સફળતા ન મળતાં શોક પામે છે, રડે છે. જેની પાસે ધનાદિ લેવાનાં હોય છે, તેને બળવાન જોઈને ભય પણ પામે છે. લોભને વશ ન ધીરવા જેવાને ધીરે છે અને પાછળથી રડે છે. આ રીતે લોભના કારણે શોક-ભય-રુદન-આપઘાત વિગેરે ભાવો બનતા હોવાથી લોભ એ સર્વ દુઃખોનું મૂલકંદ સમાન છે.
(૬) લોભ એ ક્રોધરૂપી અગ્નિને વધારવામાં પવન સમાન છે. જેમ પવનથી આગ વધે છે, તેમ લોભી જીવ પોતાના લોભના કારણે
જ્યાં જ્યાં પોતાનો લોભ પોષાય નહીં. સ્વાર્થ સધાય નહીં, ત્યાં ત્યાં લડવાડ પેદા કરે છે. આ રીતે લડવાડ વધતાં પરસ્પર ઝઘડા-મારામારીઅબોલા અને વિખવાદો શરૂ થાય છે. આ રીતે આ લોભ, દુ:ખોરૂપી આગને વધારવામાં વાયુ સમાન છે.
(૭) લોભ એ માયારૂપી વેલડીને વધારવામાં અમૃતની નીક સમાન છે. જેમ પાણીની નીકથી વેલડીની વૃદ્ધિ થાય છે, તેમ અમૃતની નીકથી તો વેલડી તુરત જ વૃદ્ધિ પામે છે. તેમ આ લોભ પોતાની ઇચ્છાઓની પુષ્ટિ કરવા માટે માયા-કપટ-મૂઠ-બનાવટ વિગેરે પાપોરૂપી વેલડીને ઉગાડવામાં અમૃતના જેવું કામ કરનાર છે.
(૮) તથા લોભ એ માન રૂપી મદોન્મત્ત હાથીને તોફાની બનાવવામાં દારૂ સમાન છે. જેમ દારૂ પીવાથી હાથી ગાંડો થાય છે અને તોફાને ચડે છે. તેમ લોભથી ધન-સંપત્તિ વધતાં આ જીવ માનમાં આવી જાય છે અને અભિમાન દિન-પ્રતિદિન વધતું જાય છે.