________________
૩૦૧
યોગસાર
પંચમ પ્રસ્તાવ આ રીતે લોભ એ ઘણાં દૂષણોની વૃદ્ધિનું જ કારણ છે. ભારે અનર્થ કરવાનું જ કારણ છે. માટે જ ઉત્તમ આત્માઓએ પર વસ્તુની સ્પૃહા-વાંછા-આસક્તિ અને લોભ ત્યજવા જેવો છે. જે કાળે જે વસ્તુ ઉપલબ્ધ હોય તેનાથી જ વ્યવહાર ચલાવતાં શીખવું જોઈએ. વસ્તુઓની જરા પણ ઇચ્છા કરવી ઉચિત નથી. વસ્તુઓનો સંગ્રહ તથા ઈચ્છા જ ત્યજવા જેવી છે. ||૧૬-૧૭થી. त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसम्भवाः । गुणास्तथैव ये केऽपि, ते सर्वे लोभवर्जनात् ॥१८॥
ગાથાર્થ - ત્રણે લોકમાં પણ રાગ-દ્વેષ-મોહાદિ જે જે દોષો છે, તે તે સર્વે પણ દોષો લોભથી જ ઉત્પન્ન થયેલા છે તથા જે કોઈ વિનયવિવેકાદિ ગુણો છે. તે સર્વે પણ ગુણો લોભના વર્જનથી જ ઉત્પન્ન થાય છે. /૧૮
વિવેચન - “લોભ એ સર્વ પણ દુ:ખોની ખાણ છે. કારણ કે લોભને પરવશ થયેલા જીવો પોતાનો સ્વાર્થ સાધવા હિંસા-જૂઠ-ચોરી આદિ અઢારે પાપસ્થાનકો સેવે છે તથા અજ્ઞાનતા-અવિરતિ-પ્રમાદ આદિ દોષો સેવીને અનેક પ્રકારનાં ચીકણાં કર્મો બાંધે છે.”
આ જીવ લોભને પરવશ થયો છતો પર પદાર્થોની અભિલાષાવાળો બને છે. પર પદાર્થો મેળવવામાં અનેક પ્રકારનાં નાનાં-મોટાં પાપો આચરવામાં તત્પર બને છે. જેમ જેમ પર પદાર્થો પ્રાપ્ત થતા જાય છે, તેમ તેમ તે પર પદાર્થોની ઇચ્છા વધારે ને વધારે વધતી જાય છે. નામે નોહો પવકૂફ' આ કહેવતના અનુસારે લોભથી વસ્તુઓની અપેક્ષા વધતી જાય છે. પર પદાર્થોની અપેક્ષા વધતાં તે મેળવવા માટે ઉત્સુકતા વધે છે. ઉત્સુકતા પ્રમાણે જો વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય તો રાગ વધે છે અને જો વસ્તુઓની પ્રાપ્તિ ન થાય, તો દ્વેષ-કડવાશ વધે છે. આ રીતે