________________
૩૦૨
પંચમ પ્રસ્તાવ
યોગસાર લોભ એ અનર્થનું મૂલ છે અને તે લોભના કારણે કડવાશ-વેરઝેરલડાઈ-ઝઘડા-મનદુઃખ-પરસ્પર અબોલા આદિ અનેક પ્રકારનાં દુ:ખો આવે છે, તેથી લોભ એ સર્વ દુઃખોની ખાણ છે.
તથા લોભના ત્યાગથી આ જીવ પર પદાર્થોની અપેક્ષા વિનાનો થાય છે અને હૃદયમાં પર પદાર્થોની પ્રાપ્તિની અપેક્ષા જ ન હોવાથી કદાચ મળી જાય તો પણ તેનાથી અતિશય ઉત્સુકતા-અધીરાઈ આવતી નથી. મન અતિશય શાંત રહે છે. આકુળ-વ્યાકુળ કે વિહલ થતું નથી અને મન અતિશય શાંત અને પ્રસન્ન રહેવાથી યથાર્થ એવું સમ્યજ્ઞાન ધ્યાન અને સમાધિ આદિ ગુણો આ જીવ પ્રાપ્ત કરી શકે છે.
મન પ્રસન્નતાવાળુ અને ધ્યાનાદિ શુભ આચારોવાળું બનવાથી તેના પ્રભાવે સમ્યગ્દર્શનાદિ ગુણો આ જીવમાં પ્રગટ થાય છે. જેમ જેમ સમતાની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે, તેમ તેમ આ જીવમાં સમ્યક્વાદિજ્ઞાનાદિ અને ક્ષમાદિ ઉત્તમ ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે.
આ કારણે જ મુનિ મહારાજા લોભનો મૂળથી ક્ષય કરવા દ્વારા મુક્તિ જેવા ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ માટે પણ ઉત્સુકતા સેવતા નથી પણ ઉત્સુકતાનો ત્યાગ કરે છે. હવે જો મુક્તિની અપેક્ષાનો પણ ત્યાગ કરે તો બીજી ઇતર વસ્તુઓની અપેક્ષા તો રાખે જ કેમ ? આ રીતે દોષોને ત્યજતો અને ગુણોને વધારતો આ જીવ આત્મકલ્યાણમાં વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. /૧૮ नैरपेक्ष्यादनौत्सुक्यमनौत्सुक्याच्च सुस्थता । सुस्थता च परानन्दस्तदपेक्षां क्षपेद् मुनिः ॥१९॥
ગાથાર્થ – પર પદાર્થોની અપેક્ષા તજવાથી તે પદાર્થોની પ્રાપ્તિ માટેની ઉત્સુકતા પણ દૂર થાય છે અને ઉત્સુકતા દૂર થવાથી આ જીવમાં