________________
યોગસાર
પંચમ પ્રસ્તાવ
૩૦૩
સારી એવી સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવા પ્રકારની સારી સ્થિરતા એ પરમ આનંદ સ્વરૂપ છે. તેથી આ જીવે સૌથી પ્રથમ પ૨પદાર્થોની અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. ।૧૯।
વિવેચન - આ આત્મા જ્યારે સ્વાભાવિક સમાધિમાં આવે છે. ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારની સુખદાયક એવી સમાધિ મેળવવાના ઉપાયો આ પ્રમાણે છે
=
સૌથી પ્રથમ આપણા પોતાના આત્માથી બાહ્ય એવી કોઈ પણ જીવ વસ્તુ - એટલે શિષ્યાદિ અથવા સેવા કરનારા જીવોની તથા અજીવ= પૌદ્ગલિક વસ્તુ મેળવવાની સ્પૃહા અને અપેક્ષાનો સૌથી પ્રથમ ત્યાગ કરવો અતિશય જરૂરી છે. સેવા કરે એવા શિષ્યાદિની અપેક્ષા એ પણ દુ:ખદાયી જ છે. જો આ ઇચ્છા પૂરાય તો રાગાદિ થાય અને માનાદિ વધે અને જો આ ઇચ્છા ન પૂરાય તો ક્લેશ-કડવાશ અને ઉદ્વેગાદિ દોષો વધે. માટે શિષ્યાદિની ઇચ્છા કરવી તે પણ દુ:ખદાયી જ
છે.
તથા કોઈપણ પ્રકારના પૌદ્ગલિક પ૨પદાર્થોની અપેક્ષા એ પણ આ જીવને પાપમાં જ જોડનાર છે. ૫૨૫દાર્થોની તમન્ના એ મોહ કરાવે, રાગ કરાવે. તેની પ્રાપ્તિ માટે અસત્ય બોલાવે, માયા કરાવે. માટે અનંત સંસારની વૃદ્ધિનું જ કારણ બને છે અને તે તે વસ્તુ ઇચ્છા પ્રમાણે મળી જાય તો રાગાદિ થાય અને માનાદિ કષાયો વધતાં આ જીવનું અધઃપતન જ થાય. માટે આવા પ્રકારના પરપદાર્થોની અપેક્ષાથી દૂર રહેવાથી આ જીવમાં નિરપેક્ષતા ગુણ પ્રગટે છે.
નિરપેક્ષતા આવવાથી આ જીવ કોઈપણ પદાર્થને કે વ્યક્તિને આધીન થતો નથી. પણ સર્વથા અલિપ્ત રહ્યો છતો ઉત્સુકતા નામના દોષથી રહિત થયો છતો તપ-સંયમ-જ્ઞાન-ધ્યાન આદિ ધર્મ અનુષ્ઠાનો