________________
૩૦૪
પંચમ પ્રસ્તાવ
યોગસાર
સારી રીતે સાધી શકે છે. આવા પ્રકારના ધર્મ અનુષ્ઠાનોમાં ઉદ્યમશીલ રહેલા મહાત્મા કર્મોની નિર્જરા કરતા છતા આપોઆપ ઉત્તમ ફળ પ્રાપ્તિના અધિકારી બને છે. જે જે વસ્તુઓની ઈચ્છા આ જીવ કરે છે તે તે વસ્તુઓ વિના ઈચ્છાએ પુણ્યોદયના કારણે સામેથી જ આવે છે.
આ જીવમાં જ્યારે ઉચ્ચ પ્રકારની સમાધિ-સમતાભાવ પ્રગટ થાય છે, ત્યારે મોક્ષ પ્રત્યેની અભિલાષા પણ નિવૃત્ત થઈ જાય છે. કારણ કે જે જીવ પોતાના આત્મસ્વભાવમાં અર્થાત્ પોતાના ગુણોમાં જ ૨મે છે. રમણતા કરે છે. તે જીવને મોક્ષનું સ્થાન હોય કે કોઈ લોકનું સ્થાન હોય તેની સાથે કંઈ પણ હરકત હોતી નથી. ઇચ્છા એ જ મોહદશા હોવાથી જેમ સાંસારિક સુખોની ઇચ્છા નિવૃત્તિ પામી છે, તેમ મોક્ષના સ્થાનની પણ ઇચ્છા નિવૃત્તિ પામે છે. માત્ર જીવનો સ્વભાવ ઉર્ધ્વગતિ કરવાનો હોવાથી સર્વકર્મોના ક્ષય પછી આ જીવ સ્વયં પોતાના સ્વભાવના કારણે જ ઉર્ધ્વગતિ કરે છે અને મોક્ષમાં જઈને બિરાજે છે.
ત્યાં ગયા પછી આત્મસ્વભાવમાં જ લયલીન થાય છે અને તે આત્મા પરમસુખનો આસ્વાદ કરે છે. આવું મોક્ષસુખ મેળવવા માટે મુનિ મહાત્મા અપેક્ષા કે ઉત્સુકતા રૂપ લોભનો સર્વથા વિનાશ કરવા માટે જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. ધન્ય છે તે મહાપુરુષને. ।।૧૯।।
धर्मो जिह्वायावद्, धर्मः स्यात् यावदार्जवम् । अधर्मधर्मयोरेतद् द्वयमादिमकारणम् ॥२०॥
ગાથાર્થ - બિદ્દતા=વક્રતા જ્યાં સુધી છે, ત્યાં સુધી અધર્મ છે અને જ્યાં સુધી આર્જવતા-સ૨ળતા છે, ત્યાં સુધી ધર્મ છે. આ પ્રમાણે ધર્મ અને અધર્મનાં આ બન્ને મુખ્ય આદિકારણ (પ્રધાન કારણ) જાણવાં. ॥૨॥
વિવેચન – આ જીવનમાં જ્યાં સુધી માયા (કપટ-જુઠાણું-વક્રતા)ની પ્રબળતા રહે છે. ત્યાં સુધી અધર્મ જ છે. કારણ કે માયા, કપટ આદિ