________________
યોગસાર પ્રથમ પ્રસ્તાવ
૨૧ ફળરૂપે સામ્યશુદ્ધિનો પ્રકર્ષ વધતો જાય છે. આ રીતે અનંતાનુબંધી આદિ કષાયો મોળા પડતાં અને અધ્યાત્મયોગ-ભાવનાયોગની વૃદ્ધિ થતાં આ આત્મામાં દોષોનો હાસ અને ગુણોનો પ્રકર્ષ થતાં ગુણસ્થાનકોમાં ઉર્વી કરણ થાય છે. આ જીવ ગુણસ્થાનકોમાં આગળ વધે છે. ઉપર આવે છે અને ધ્યાનદશા તરફ જોડાય છે.
शुभैकालम्बनं चित्तं, ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं, सूक्ष्माभोगसमन्वितम् ॥३६२॥
ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આદિના વિષયવાળા, સૂક્ષ્મ ઉપયોગયુક્ત, સ્થિર દીપકની તુલ્ય, પ્રશસ્ત-શુભભાવોના એક આલંબનવાળા એકાગ્રપણે તન્મય બનેલા મનને વિદ્વાન પુરુષો ધ્યાન કહે છે. (યોગબિન્દુ ૩૬૨)
સાધક આત્માનું ચિત્ત પ્રભુજીના ધ્યાનમાં તથા પ્રભુએ કહેલા તત્ત્વોના ચિંતન-મનનમાં અખંડ ધારાબદ્ધ પ્રવાહે એકાગ્ર બનવાથી અનાદિકાળથી આત્માને લાગેલી મોહદશારૂપ “સહજમલ” (સ્વાભાવિક મેલ) ઓગળવા લાગે છે. તે મલની દિવસે દિવસે હાનિ થાય છે. મોહનો મેલ હાનિ પામવાથી આ મન આત્માને આધીન બને છે. આ આત્મા પોતાના મનને શુભ પરિણામમાં જોડે છે અને મનની વિશુદ્ધિ વધતાં ઉત્તમ ભાવોના ચિંતન-મનનમાં સ્થિર બની જાય છે. મોહના વિકારો મનમાંથી ઘણા જ ઘણા દૂર ભાગી જાય છે અને ઉત્તમ વિચારધારા ચાલતી જ રહે છે.
આમ થવાથી નવીન અશુભ કર્મબંધ થતો નથી. જૂનો અશુભ કર્મબંધ તૂટતો જાય છે. શુભમાં સંક્રમતો જાય છે અને ગુણોનો આવિર્ભાવ વૃદ્ધિ પામતો જાય છે. આ રીતે ધ્યાનનો નિરંતર અભ્યાસ પડવાથી સતતપણે સાધાનાનો અભ્યાસ પડે છે અને તેનાથી સમાગુણની વૃદ્ધિ