________________
૧૨૦ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર यथा परस्य पश्यन्ति दोषान् यद्यात्मनस्तथा । सैवाजरामरत्वाय रससिद्धिस्तदा नृणां ॥१३॥
ગાથાર્થ - મનુષ્યો જેવી રીતે પરના દોષો જુવે છે, તેવી જ રીતે જો પોતાના દોષોને જોવા લાગી જાય તો આ સ્વદોષનું દર્શન તેમના અજરામરપણાની-મોક્ષપદની પ્રાપ્તિ માટે રસાયણતુલ્ય બને છે. /૧૩ી.
વિવેચન - પરના દોષો દેખવાથી જ અને તેનું વારંવાર ગાન કરવાથી દ્વેષભાવ આદિ દોષો વધવાથી સંસાર પરિભ્રમણનું જ કારણ બને છે. પારકાના દોષો જોવાથી આપણા આત્માનું કંઈ ભલું થતું નથી. ઉલટું આ જીવ બીજા જીવો ઉપર વધારે ને વધારે દ્વેષવાળો જ બને છે. આ સંસારમાં બધા જ જીવો દોષોથી ભરેલા છે. કોના કોના દોષો જોશો ? એટલે જ મહાત્મા પુરુષો પરના દોષો જોવાનું ટાળીને પોતાના જ દોષો જોવાનો વ્યવહાર કરે છે. કારણ કે જો પોતાના દોષો આ જીવ જુએ તો તેને દૂર કરી શકે અને સ્વચ્છ થઈ શકે. જેથી પોતાનું કલ્યાણ થાય. પરદોષ દેખવાથી અને પાને સુધારવા જવાથી લડવાડ થવાનો સંભવ છે અને તેમ છતાં પણ પરના દોષો જાય પણ ખરા અને ન પણ જાય, માત્ર વૈમનસ્ય જ થાય માટે જ મહાત્મા પુરુષો સ્વદોષદર્શન કરીને સ્વદોષોને દૂર કરવાનો જ પ્રયત્ન કરે છે.
પોતાના દોષોનું દર્શન, વારંવાર તેનું ચિંતન, દુષ્કતની ગહ, કરેલાં પાપોનો અતિશય પશ્ચાત્તાપ, આ બધી કાર્યવાહી ભૂતકાળમાં સેવેલા અને આત્મામાં ઘર કરીને ઘૂસી ગયેલા દોષોને-દુર્ગુણોને અને કુટેવોને નબળા પાડીને નિર્બળ (બળહીન) કરે છે.
પરદોષ દૃષ્ટિ એ સંસારહેતુ છે અને સ્વદોષ દૃષ્ટિ અને તેના દ્વારા સ્વદોષનું સંમાર્જન કરવું એ મોક્ષહેતુ છે.