________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૨૧ જેમ સુવર્ણ બનાવનારા રસની સિદ્ધિથી અગણિત લોહને સુવર્ણ બનાવી શકે છે. તેમ સ્વદોષ દૃષ્ટિથી આત્મામાં દોષોનું સંમાર્જન અને ગુણોની પ્રાપ્તિ કરવા દ્વારા અગણિત સમતારસની સિદ્ધિ થાય છે. સમતા સામાયિકની પ્રાપ્તિ થાય છે. તેનાથી સમ્યક્ત-સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર આદિ ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થતાં મુક્તિદશાનો મંગલ માર્ગ ખુલ્લો થાય છે. આ જીવનું મુક્તિ તરફ પ્રયાણ ચાલુ થાય છે.
સમ્યક્ત આવવા દ્વારા આવેલી સમતા-સમભાવની દિનપ્રતિદિન વૃદ્ધિ થતાં શુદ્ધ આત્મિક દશાની પ્રાપ્તિનો આનંદ વધતો જ જાય છે. આવા પ્રકારનો શુદ્ધ આત્મિક દશાના આનંદનો અનુભવ જ આ આત્માને અજરામર પદની (જયાં જરા-ઘડપણ નથી અને મરણ પણ નથી એવી) મુક્તિદશાની પ્રાપ્તિ કરાવે છે અને અનંતકાળ સુધી અપરિમિત પરમાનંદનો ભોક્તા બનાવે છે. /૧૩ી. रागद्वेषविनाभूतं, साम्यं तत्त्वं यदुच्यते । स्वशंसिनां व तत्, तेषां परदूषणदायिनाम् ॥१४॥
ગાથાર્થ - રાગ અને દ્વેષના નાશથી પ્રાપ્ત થનારૂં સામ્યત્વ (સમતાભાવ) એ જ સાચુ તત્ત્વ છે. પોતાની જ પ્રશંસા કરનારા અને પરને દૂષણ જ આપનારા-પરની નિંદા ન કરનારા જીવોને આવું સામ્યત્વ કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત તેવા જીવો સદાકાળ પરનાં દૂષણ જોઈને કષાયોમાં જ વર્તનારા હોય છે. ll૧૪ll
વિવેચન - સામ્યતત્ત્વ અર્થાત્ સમભાવદશા, અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં સમભાવે વર્તવું, તે સામ્યભાવ. આવા પ્રકારનો આ સામ્યભાવ મોહનીયકર્મનો વિશિષ્ટતર ક્ષયોપશમ કરવાથી જ જીવનમાં આવે છે. જૈન શાસ્ત્રોમાં અને જૈનેતર શાસ્ત્રોમાં પણ આ