________________
૧૨૨ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર સામ્યયોગની પ્રધાનતા ગાવામાં આવી છે. સમતાદશા એ જ મુક્તિ પ્રાપ્તિનું પ્રધાનતર અંગ છે. આવા પ્રકારની સામ્યતા પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ સાધક આત્મા આત્મસાધના-કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. માટે જ જીવનમાં આત્મકલ્યાણની પ્રાપ્તિનું પ્રધાનતમ સાધન સામ્યત્વ છે અને સર્વે પણ શાસ્ત્રોનો સાર પણ આ જ છે કે “સામ્યતત્ત્વ” પ્રાપ્ત કરવું.
આ સામ્યતત્ત્વની પ્રાપ્તિ રાગ-દ્વેષાદિ મોહના વિકારોનો વિજય કરવાથી થાય છે. રાગ અને દ્વેષને જીતવાના ઉપાયો આ પ્રમાણે છે. પોતાની પ્રશંસાનો ત્યાગ કરવાથી રાગનો વિજય થાય છે અને પર ઉપરની દ્રષદૃષ્ટિ (દ્વષ ભરી દૃષ્ટિ)નો ત્યાગ કરવાથી વૈષનો વિજય થાય છે. રાગ અને દ્વેષને જીતવાથી સમતાભાવની પ્રાપ્તિ થાય છે.
જેટલા પ્રમાણમાં ક્રોધાદિ કષાયોરૂપ રાગ અને દ્વેષનો વિજય પ્રાપ્ત કરવામાં આવે છે, તેટલા પ્રમાણમાં આત્મશુદ્ધિ કરનારા એવા સમતાભાવની પ્રાપ્તિ આ આત્મામાં થાય છે અને આ આત્મા વધારે વધારે શુદ્ધ શુદ્ધતર બને છે.
જે જે જીવો સ્વપ્રશંસા કરવામાં જ ડૂબેલા છે. તેઓને પોતાની નામના પ્રત્યે અને પોતાના સ્વરૂપ પ્રત્યે તીવ્ર રાગ પ્રવર્તે છે અને પરની નિંદા કરનારામાં હૃદયની અંદર તેમના પ્રત્યે તીવ્ર દ્વેષભાવ વર્તે છે. આ રાગ-દ્વેષના કારણે જ આ આત્મામાં સમભાવ આવતો નથી, માટે ઉત્તમ સાધકે પોતાના હિતની ખાતર પણ આત્મપ્રશંસા અને પરનિંદા સર્વથા ત્યજી દેવી જોઈએ. //૧૪ मानेऽपमाने निन्दायां, स्तुतौ वा लोष्ट काञ्चने । जीविते मरणे लाभालाभे रङ्के महर्धिके ॥१५॥