________________
યોગસાર | દ્વિતીય પ્રસ્તાવ
૧૨૩ शत्रौ मित्रे सुखे दुःखे हृषीकार्थे शुभाशुभे । सर्वत्रापि यदेकत्वं, तत्त्वं तद् भेद्यतां परम् ॥१६॥
ગાથાર્થ - માનમાં કે અપમાનમાં, પ્રશંસામાં કે નિંદામાં, માટીમાં કે સોનામાં, જીવનમાં કે મરણમાં, લાભમાં કે નુકશાનમાં, ગરીબ ઉપર કે મહાધનવાન (રાજા આદિ) ઉપર, શત્રુ ઉપર કે મિત્ર ઉપર, સુખમાં કે દુઃખમાં, પાંચ ઇન્દ્રિયોના સુખકારી વિષયોમાં કે દુઃખકારી વિષયોમાં આવા પ્રકારના સાનુકૂળ કે પ્રતિકૂળ એમ બન્ને પ્રકારના સંજોગોમાં જે એકતા (સમાનતા) રાખવી તે સમભાવ છે. તેનાથી પરપણું એટલે કે જે અસમાનતા-ભેદભાવ રાખવો તે રાગ-દ્વેષ હોવાથી તેનો ભેદ (નાશ) કરવો જોઈએ. ||૧૫-૧૬ll
વિવેચન - કષાયોની પરાધીનતાના કારણે આ જીવ હર્ષ-શોકપ્રેમ અને નિંદા. રાગ અને દ્વેષ આદિ વિષયભાવોમાં જોડાઈ જાય છે અને તેના જ કારણે જન્મ-મરણાદિ રૂપ સંસાર વધારી નાખે છે. માટે જ મહાપુરુષો કહે છે કે જે આત્મા માનમાં અને અપમાનમાં પોતાની પ્રશંસા થાય તેમાં કે પોતાની નિંદા થાય તેમાં, સુવર્ણ જેવી કિંમતી વસ્તુમાં કે માટી જેવી બિનકિંમતી વસ્તુમાં, જીવન રહે તેમાં કે મૃત્યુ આવે તેમાં, ધનાદિનો લાભ થાય તેમાં કે ધનાદિનું નુકશાન થાય તેમાં, ગરીબ અનાથ જીવ ઉપર કે ધનવાન-શ્રેષ્ઠી કે રાજા ઉપર, પોતાના શત્રુ ઉપર કે પોતાના મિત્ર ઉપર સુખમય દશામાં કે દુઃખમય દશામાં, પાંચ ઇન્દ્રિયોના મનગમતા અનુકુળ વિષયો મળે તેમાં, તથા પ્રતિકૂળ વિષયો મળે તેમાં, આમ સાનુકૂળ સંજોગોમાં કે પ્રતિકૂળ સંજોગોમાં જે આત્મા અંજાતો નથી કે ગભરાતો નથી, પણ સર્વ સંજોગોમાં એકરૂપ રહે છે. સમાનપણે જ મનથી પ્રવર્તે