________________
યોગસાર
૧૫૦
દ્વિતીય પ્રસ્તાવ तथा चिन्त्यं तथा वाच्यं, चेष्टितव्यं तथा तथा । मलीमसं मनोऽत्यर्थं यथा निर्मलतां व्रजेत् ॥२८॥
ગાથાર્થ - મલીન એવું મન જે રીતે અતિશય નિર્મળતાને પ્રાપ્ત કરે, તેવા જ વિચાર કરવા, તેવું જ વચનોચ્ચારણ કરવું અને તેવી જ કાયિક ચેષ્ટાઓ (પ્રવૃત્તિઓ) કરવી. /૨૮//
વિવેચન - પંચેન્દ્રિયના ભવમાં અને તેમાં પણ ૧૦ દૃષ્ટાન્ત દુર્લભ એવા પ્રાપ્ત થયેલા મનુષ્યના ભવમાં અને તેમાં પણ અતિશય દુર્લભતર મળેલા જૈનકુળમાં આવીને પ્રાપ્ત થયેલી માનસિક-વાચિક અને કાયિક આમ તમામ શક્તિઓનો ઉપયોગ ચિત્તને ઉજવળનિર્મળ અને અતિશય સ્થિર કરવામાં જ કરવો જોઈએ. આમ થાય તો જ પ્રાપ્ત થયેલી આ શક્તિ આત્માને સફળતા આપનારી બને.
અધ્યાત્મદશાને લક્ષ્યમાં રાખીને તેની જ સવિશેષ પ્રાપ્તિ માટે કરાતી કોઈ પણ પ્રકારની આત્મસાધના મનને જ વધારે ને વધારે નિર્મળ અને દઢ કરવાના સંકલ્પથી જ જો કરાય તો જ મનને અતિશય સ્થિર અને નિર્મળતર બનાવવાનો ઉદ્દેશ સફળ થાય છે.
મોહઘેલું મન લાંબો સમય સ્થિર રહી શકતું નથી. જોઈએ તેવી યથાર્થ સ્થિરતા મોહાંધ મન પ્રાપ્ત કરી શકતું નથી. આપણે યોગની સાધના કરતા હોઈએ કે ધર્મની સાધના કરતા હોઈએ અથવા અધ્યાત્મદશાની પ્રાપ્તિની સાધના કરતા હોઈએ, તે સઘળી સાધનાનો ઉદ્દેશ અને પ્રયત્ન, મન-વચન અને કાયા એમ ત્રણે યોગને વધારેમાં વધારે નિર્મળ અને પવિત્ર બનાવવાનો હોય છે.
જેમ બને તેમ અતિશય અહોભાવપૂર્વક વિધિ સહિત પરમાત્માની આજ્ઞાનું પાલન થાય તેમ તેમ પરમાત્માની કૃપાદૃષ્ટિ