________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૫૧ વર્તે છે અને આ પ્રમાણે પરમાત્માની આજ્ઞાનું પાલન ચિત્તને અતિશય નિર્મળ કરવાથી જ થાય છે. મનની પવિત્રતા અને નિર્મળતા માટે વાણી અને કાયાની ચેષ્ટાને અત્યંત સ્વચ્છ અને સુંદર બનાવવા જરૂરી છે. વાણી અને કાયા જો વધારે પવિત્ર હોય તો મનની પવિત્રતામાં તે પ્રધાનતપણે મજબૂત કારણ બને છે.
મનને નિર્મળ બનાવવાના ઉપાયો તે છે કે નિરંતર આત્મતત્ત્વનું ચિંતન-મનન અને શાસ્ત્રોના અર્થના સ્વાધ્યાયમાં લીન બની જવું. વચનને નિર્મળ બનાવવાના ઉપાયો તે છે કે આગમગ્રંથોનું સતત અધ્યયન અને અધ્યાપન, મૌખિક શાસ્ત્રપાઠનો જાપ, સ્તોત્રપાઠ, પરમાત્માના ગુણોની ભાવપૂર્વક સ્તવના, પ્રભુના ગુણોનું કીર્તન, ધર્મોપદેશ આપવો અને સ્વ-પરનું હિત થાય તેવી જ વાણી પ્રકાશવી. આ સઘળા વાણીને સુધારવાના ઉપાયો છે. કાયાને નિર્મળ બનાવવાના ઉપાયો અહિંસાનું પાલન, શક્ય બને તેટલી વધારેમાં વધારે જયણા પાળવી. સર્વે પણ પ્રવૃત્તિઓમાં કોઈના જીવને પીડાદુઃખ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવી. સંત-મહાત્મા પુરુષોની સેવા-ચાકરી કરવી. પરનો ઉપકાર કરવો. પરમાત્માની સેવા-પૂજા કરવી, સંત-મહાત્માઓની ભક્તિ-સેવા કરવી. આ કાયાને નિર્મળ બનાવવાના ઉપાયો છે.
સાધક આત્માએ કોઈપણ પ્રવૃત્તિ કરતાં અષ્ટ પ્રવચનમાતાનું સતત પાલન કરવું. પોતાના મનને, વચનને અને કાયાને અશુભમાંથી પ્રથમ શુભમાં પલટાવવાં અને પછી કાલાન્તરે ઉંચી સાધકદશામાં આ જીવ આવે ત્યારે શુભમાંથી શુદ્ધમાં પલટાવવાં. માનવભવનું અને જૈનધર્મની પ્રાપ્તિનું આ જ શ્રેષ્ઠ કર્તવ્ય છે. ૨૮ चञ्चलस्यास्य चित्तस्य, सदैवोत्पथचारिणः । उपयोगपरैः स्थेयं, भोगिभिर्योगकाङ्क्षिभिः ॥२९॥