________________
૩૨૪
પંચમ પ્રસ્તાવ
યોગસાર
(અર્થાત્ અનુકૂળ પદાર્થોનો રાગ અને પ્રતિકૂળ પદાર્થોનો દ્વેષ આ બન્ને દોષો વિનાના) તથા પરિગ્રહ વિનાના યોગી મહાત્માને અરણ્યમાં જે સુખ હોય છે. તે સુખ ચક્રવર્તી આત્માઓને પણ ક્યાંથી હોય ? અર્થાત્ ચક્રવર્તી રાજાને પણ તે સુખ સંભવતું નથી. ।।૩૪।
વિવેચન – વનમાં રહેનારા મુનિઓને સંસારી નગરજનોનો સંપર્ક ન રહેવાથી સંસારી લોકોના સુખ-દુ:ખની વાત જ સાંભળવાનો અવસર આવતો નથી. તેથી તેવા સંસારી લોકોની વાતો સાંભળીને આ જીવને તે વાતો દ્વારા ચિંતા-માનસિક દુઃખ અને અનેક પ્રકારના સંકલ્પવિકલ્પોની માળા જે રચાય છે તથા તેના દ્વારા કષાયોની પરંપરા જે વધે છે, તેવું દુ:ખ અરણ્યવાસી મુનિઓને સંભવતું નથી.
સર્વે પણ જીવો કર્મને પર વશ છે. આપણે બધાનું ભલું કરી શકતા નથી અને બીજાના દુઃખ-સુખ સાંભળીને ચિંતા-કષાયો અને વિભાવદશાથી ઘેરાયેલો આ જીવ અતિશય દુઃખી થાય છે અને કાષાયિક પરિણામોની ધારામાં ધકેલાઈ જાય છે. રાગ અને દ્વેષ ઘણા જ વધી જાય છે. ધીરે ધીરે આવા પ્રકારની લોકોની દુઃખ-સુખોની વાતો જ માત્ર સાંભળવાથી કજીયા-ક્લેશ અને વિખવાદ થતા જોવાય છે. અરણ્યવાસી મુનિઓને તેવાં દુઃખો થતાં નથી. કારણ કે તેઓ આવા ભાવો જાણવામાં રસ જ ધરાવતા નથી આવા પ્રકારના ભાવો જાણવાથી તેઓ ઘણા જ દૂર રહે છે. માટે ઘણા સુખી છે.
દુનિયાના જીવોની પંચાત માથા ઉપર ન હોવાથી પોતાની સાધના સાધવામાં અરણ્યવાસી મુનિને ઘણો જ આનંદ આવે છે કે જે શબ્દોથી અવાચ્ય છે. લોકસંપર્ક રાખવાથી તેમના સુખ-દુઃખની વાતો સાંભળવામાં આ જીવ ઘણો જ રસિક બની જાય છે અને તેના દ્વારા રાગ અને દ્વેષરૂપ મોહદશામાં આ જીવ ધકેલાઈ જાય છે. જનસંપર્ક વધારે રાખવાથી આ જીવ સંકલ્પ અને વિકલ્પોની જાળમાં જ ફસાઈ જાય છે. તેથી