________________
૩૨૩
યોગસાર
પંચમ પ્રસ્તાવ સાર્વભૌમ એવા ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? અર્થાત ચક્રવર્તી સંસારના સુખે ભલે સુખી હોય, પરંતુ માનસિક ઉપાધિઓથી ઘેરાયેલા હોવાથી અતિશય દુઃખી જ દુઃખી છે. //૩૩ી.
વિવેચન - વનવાસી બનેલા મુનિને અરણ્યમાં મૃગો જ મિત્ર હોય છે. તેની સાથે મીઠા વાર્તાલાપમાં અને સંસારની તમામ ઉપાધિઓથીવિડંબનાઓથી લીધેલી મુક્તિનો જે આનંદ તે મહાત્માઓને હોય છે. તે અવર્ણનીય અને અકથ્ય હોય છે. માથા ઉપર કોઈપણ જાતની ચિંતા કે ટેન્શન વિનાનો કેવળ આનંદ જ આનંદ હોય છે. આ આનંદ તો જે માણે તે જ જાણે.
એટલા માટે જ અરણ્યવાસી પશુઓની સાથે મિત્રતા કરનારા મુનિને જે યથાર્થ સાચો નિશ્ચિત્યપણાનો આનંદ છે, તે છ ખંડના અધિપતિ એવા ચક્રવર્તીને પણ સંભવતો નથી. ચક્રવર્તીનું ચિત્ત સદાકાલ અન્ય રાજાઓના જય અને પરાજયના વિચારોથી દુ:ખી દુ:ખી જ હોય છે અને ચિંતા તથા વિચારોમાં ભોજન અને નિદ્રા પણ નહીંવત બની જાય છે. સતત રાજ્યની જ ચિંતાઓથી ઘેરાયેલા ચક્રવર્તીને પણ સુખ કેમ કહેવાય ! તેની અપેક્ષાએ આવી ભૌતિક ચિંતાઓથી મુક્ત બનેલા સર્વથા સ્વતંત્ર એવા અને આત્મગુણોમાં લીન એવા મુનિ મહાત્માનું સુખ ચક્રવર્તીના સુખ સાથે પણ સરખાવી ન શકાય, તેવું અનુપમ સુખ હોય છે. /૩૩ll वने शान्तः सुखासीनो निद्वन्द्वो निष्परिग्रहः ॥ प्राप्नोति यत्सुखं योगी, सार्वभौमोऽपि तत्कुतः ? ॥३४॥
ગાથાર્થ - વનમાં જ રહેતા, અતિશય શાંત સ્વભાવવાળા, ઇન્દ્રિયાતીત સુખમાં લીન બનેલા, રાગ અને દ્વેષના જોડકા વિનાના,