________________
૩૨૨ પંચમ પ્રસ્તાવ
યોગસાર કેટલો કાળ પસાર થઈ ગયો, તેની ખબર પણ રહેતી નથી. પરમાનંદમાં મગ્ન બનેલા આ મુનિનો અત્તરવાસી દેવ કરતાં પણ અધિક સુખનો અનુભવ કરે છે. કારણ કે મુનિને પોતાના ગુણોનું સુખ છે. જયારે અનુત્તરવાસી દેવને પગલિક સુખ છે, એક સ્વાધીન સુખ છે અને બીજું પરાધીન મુખ છે. જેથી તે બન્ને સમાન નથી.
સમતાદશાનું જે સુખ છે, તે મુક્તિના સુખની વાનગી સ્વરૂપ છે અને તે સમતાભાવનું સુખ માનવભવમાં અને તેમાં પણ મુનિપણામાં સવિશેષ અનુભવાય છે. તે સુખની તુલના અન્ય કોઈ પણ પદાર્થની સાથે થઈ શકતી નથી. કારણ કે જે આત્મગુણોનું સુખ છે, તે સ્વાભાવિક સુખ છે, અનુપચરિત સુખ છે. અનુપમ સુખ છે. તે સુખનો એક નાનો અંશ પણ સ્વર્ગના દૈવિક સુખમાં નથી. કારણ કે દૈવિક સુખ પર એવા પુદ્ગલ દ્રવ્ય અને દેવી આદિ અન્ય જીવને આધીન છે. જ્યારે ગુણોનું સુખ સર્વથા પારદ્રવ્યથી મુક્ત છે. માટે પોતાના ગુણોના અનુભવ સ્વરૂપ જે સુખ છે, તે તો અનુભવે તે જ જાણે છે. મુનિ મહાત્માઓ જ્ઞાનાદિ (જ્ઞાન-દર્શન અને ચારિત્ર) આ ગુણોની રમણતાનો જે સ્વાભાવિક આનંદ અનુભવે છે, તે કલ્પનાતીત છે તથા કોઈપણ ઉપમાથી સમજાવી શકાય તેવું નથી. માત્ર તે તે ગુણોનો અનુભવ કરીએ તો જ તે સુખ જણાય છે. ૩રા मृगमित्रो यदा योगी, वनवाससुखे रतः । तदा विषयशर्मेच्छा, मृगतृष्णा विलीयते ॥३३॥
ગાથાર્થ – જ્યારે યોગી મહાત્મા અરણ્યવાસમાં રક્ત બન્યા છતા મૃગાદિ પશુઓના મિત્ર બને છે, ત્યારે સાંસારિક કોઈપણ ઉપાધિઓ માથા ઉપર ન હોવાથી યોગી નિશ્ચિતતાનું જે પરમસુખ પામે છે, તે