________________
૩૨૧
યોગસાર
પંચમ પ્રસ્તાવ सुखमग्नो यथा कोऽपि, लीनः प्रेक्षणकादिषु । गतं कालं न जानाति, तथा योगी परेऽक्षरे ॥३२॥
ગાથાર્થ - અથવા ભૌતિક સુખમાં મગ્ન થયેલો મનુષ્ય અથવા દેવ એમ કોઈ પણ જીવ નાટક આદિ દશ્ય જોવામાં લીન થયો છતો ગયેલા કાળને (ઉજાગરો થાય તો પણ) જાણતો નથી. તેમ ક્ષય ન પામે તેવા અર્થાતુ અનંતકાળ સુધી રહેવાવાળા એવા પરમાત્મદશાના પરમસુખમાં લીન થયેલો યોગી પુરુષ પણ વીતેલા કાળને જાણતો નથી. ||૩૨
વિવેચન - જેમ ભોગી જીવ ભોગસુખમાં જ આનંદ માનતો હતો બાહ્ય સુખસંપત્તિના ઉપભોગમાં તથા ભોગવિલાસના સુખોમાં ડૂળ્યો છતો મનુષ્ય અથવા દેવલોકમાં રહેલો સમૃદ્ધિવાળો દેવ, દેવીઓના નાચ-ગાન, અનેક પ્રકારનાં રંગ-તરંગી સંગીત તથા વાજિંત્રના નાદ સાથે થતાં મોહજનક નૃત્યો જોવામાં એટલા બધા આનંદમાં ગરકાવ થઈ જાય છે કે કેટલો સમય થયો ? તેનું એટલે કે ગયેલા સમયનું ભાન ભૂલી જાય છે. કેટલો કાળ વીતી ગયો, તેની તેને ખબર રહેતી નથી.
તેની જેમ જ યોગી મહાત્મા પણ આલંબનભૂત પરમાત્માના ધ્યાનમાં અને તેના દ્વારા આલંબનીય એવા પોતાના આત્માનું સ્વરૂપ ચિંતન કરવામાં પરમ આનંદ પામવા સ્વરૂપ શ્રેષ્ઠ સમાધિદશામાં જ્યારે મગ્ન થઈ જાય છે, ત્યારે અલૌકિક આનંદને અનુભવતા છતાં તે તમfપ ન નાનાતિ કેટલો કાળ ગયો, તેને પણ તેઓ જાણતા નથી.
આત્માના ગુણોનો અનુભવ કરવા સ્વરૂપ પરમાનંદમાં મગ્ન થયેલા યોગી મહાત્મા પણ ગયેલા કાળને જાણતા નથી અર્થાત પરમાનંદમાં એવા લયલીન બની જાય છે કે સુખના અનુભવના કારણે