________________
૨૫૨ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર સમય સુધી ભોગવવા પણ મળી જાય તો પણ પરભવમાં આવનારાં નરક-નિગોદના દુઃખોનું નિવારણ તેનાથી શક્ય બનતું નથી.
તેથી આવી તીવ્ર મોદશા ભરેલું લાંબુ જીવન પણ વધારે પાપ જ બંધાવનાર છે અને મોહાંધતાના કારણે અનર્થકારી જ છે. તેથી આવા પ્રકારના આ ભોગવિલાસો મોહદશાની વૃદ્ધિના કારણે આ જીવ માટે નકામા છે, નિષ્ફળ છે. સંસાર વધારનારા જ છે. /૨૭ી. नाय॑ते यावदैश्वर्यं, तावदायाति सन्मुखम् । यावदभ्यर्थ्यते तावत्, पुनर्याति पराङ्मुखम् ॥२८॥ अधैर्याद विचार्येदमिच्छाव्याकूलमानसः । हा हा हेति तदर्थं स धावन् धावन् न खिद्यते ॥२९॥
ગાથાર્થ - જ્યાં સુધી ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની સ્પૃહા જાગતી નથી, ત્યાં સુધી જ તે સામેથી આવે છે. પરંતુ જ્યારે તેને પ્રાપ્ત કરવાની તમન્ના-ભૂખ જાગે છે, ત્યારે તે તુરત જ અવળા મુખવાળી-પરાઠુખ બને છે. Il૨૮.
પરંતુ દુઃખની વાત છે કે આ વસ્તુનો વિચાર કર્યા વિના જ મોહની તીવ્ર પરવશતાથી અત્યંત આકુળ-વ્યાકુળ મનવાળો થયેલો આ જીવ ધનસંપત્તિ મેળવવા દોડાદોડ કરતાં થાકતો જ નથી. /૨૯ો.
વિવેચન - સંસારી જીવો મોહદશાની પ્રબળતાના કારણે પ્રકૃતિના નિયમોને જાણતા નથી. તેના કારણે ધનસંપત્તિ મેળવવા માટે રાતદિવસ તેની જ પ્રાપ્તિ ખાતર અત્યંત લાલસાથી જેમ જેમ વધારે પ્રયત્ન કરે છે, તેમ તેમ આ જીવથી આ સંપત્તિ વધારે દૂર જ ભાગે છે અને જયારે સંતોષ ગુણ ધારણ કરવાપૂર્વક ધર્મ પુરુષાર્થ (દાન-શીયળ-તપ અને ભાવધર્મ)નું સેવન કરવામાં આવે છે તેમ તેમ તે ધન અને ઐશ્વર્ય સામેથી આવે છે.