________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૫૩ ગુજરાતીમાં એક કહેવત છે કે “ત્યાગે તેની આગે અને માગે તેહથી ભાગે” અર્થાત્ જે જીવો લક્ષ્મીને તજે છે, તેનાથી લક્ષ્મી આગળ જ આવીને ઉભી રહે છે. પરંતુ જે જીવો લક્ષ્મીને માગે છે, તેનાથી તે લક્ષ્મી કેટલીએ દૂર દૂર જ ભાગે છે. આ વાતનો વિચાર કરી લાંબી દૃષ્ટિ દોડાવી ધીરજપૂર્વક વિચાર કરનાર મનુષ્ય ન્યાયનીતિપૂર્વક કામકાજ કરીને સુખી બને છે અને ધીરજ ગુણ વિનાના લોકો નિર્મળ-ઉત્તમ વિચારો કર્યા વિના આકુળ-વ્યાકુલ થઈ ધન પ્રાપ્તિ માટે ચારે બાજુ દોડાદોડી જ કરે છે પણ સફળ થતા નથી અને દુ:ખી દુઃખી થાય છે.
અધીરજ નામના દોષથી આ ઉંડા તત્ત્વનો વિચાર કર્યા વિના મૂઢ જીવો ઇચ્છાને વશ થયા છતાં ધનપ્રાપ્તિ માટે જ હા-હા દોડતા દોડતા જ હોય દોડતા જ હોય અને થાકી જતા હોય-ખેદ પામતા હોય. આમ જ દેખાય છે. // ૨૮-૨૯ો स्थिरो धीरस्तु गम्भीरः, सम्पत्सु च विपत्सु च । बाध्यते न च हर्षेण, विषादेन न च क्वचित् ॥३०॥
ગાથાર્થ - સ્થિરતા ગુણવાળા, ધીરતા ગુણવાળા અને ગંભીરતા ગુણવાળા. મહાત્મા પુરુષ સંપત્તિ વધે તો પણ અને વિપત્તિ વધે તો પણ ક્યારેય હર્ષથી કે ખેદથી પીડાતા નથી. ૩Oા
વિવેચન - જે મહાત્મા પુરુષો શાસ્ત્રોના નિત્ય અભ્યાસની પ્રવૃત્તિમાં, અધ્યાપનની પ્રવૃત્તિમાં તથા તેવા પ્રકારના શાસ્ત્રાભ્યાસને અનુસારે સંયમપાલનમાં નિરંતર પ્રવૃત્તિમય રહેવાના કારણે અને સપુરુષોના નિરંતર સમાગમવાળા બનીને પોતાના સ્વરૂપમાં જ સ્થિર થઈને જેવા વર્તમાન સંજોગો હોય છે, તેને અનુસાર ધીરજ અને ગંભીર