________________
યોગસાર
૨૫૪
ચતુર્થ પ્રસ્તાવ ગુણવાળા આવા મહાત્મા પુરુષો પોતાનામાં વિકાસ પામેલી સ્થિરતાધીરજતા અને ગંભીરતા ગુણોને લીધે પોતાના મનને જીતનારા બને છે.
પોતાના મનને આવા પ્રકારના ગુણોથી વાસિત બનાવે છે કે ગમે તેવા સાનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં પણ પોતાના “સમતા સ્વભાવને” ત્યજતા નથી તથા આકૂલ વ્યાકૂલ થતા નથી.
સજ્જનો તરફથી સન્માન મળે તો પણ અને સજ્જનો માનસન્માન કરે તો પણ જરા પણ ફલાતા નથી અને દુર્જન માણસો તરફથી માનહાનિ આદિના વિકટ સંજોગો ઉભા થાય તો પણ જરા દુ:ભાતા નથી. દુર્જન માણસો તરફથી થતી નિંદા-તિરસ્કાર કે અપમાનાદિ પ્રસંગોમાં જરા પણ ખેદ પામતા નથી.
આમ સંપત્તિમાં કે વિપત્તિમાં પોતાની ધીરજ ગુમાવતા નથી. સમભાવમાં જ જીવે છે. પોતાનું ધયે જરાપણ મૂકતા નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
विपत्तौ किं विवादेन, संपत्तौ हर्षणेन किं ? । भवितव्यं भवत्येव, कर्मणो गहना गतिः ॥
વિપત્તિમાં ખેદ કરવાથી શું લાભ ? અને સંપત્તિમાં હર્ષ કરવાથી શું લાભ ? જે થવાનું હોય છે, તે ભવિતવ્યતા પ્રમાણે થાય જ છે. કર્મની ગતિ અતિશય ગહન છે. માટે જ સુખસંપત્તિ વધે તો અતિશય હર્ષ કરવો નહીં અને દુઃખના ડુંગર આવે તો પણ હિંમત હારવી નહીં.
મહાત્મા પુરુષો સદા કહે છે કે સુખ-દુઃખ કર્મોદય પ્રમાણે આવે જ છે. માટે હે જીવ ! તું એમાં રંગાઈ ન જા. હર્ષ-શોક ન કર. પણ સમભાવવાળો બન. ચડતી કે પડતી બન્ને અવસ્થા ક્યારેક જવાવાળી છે, અંતે જીવને પણ ભવાંતરમાં જવાનું જ છે. તેથી હે જીવ ! તું કંઈક