________________
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ
સમતાભાવવાળો બન. ધીરજ ગુણવાળો બન અને ગંભીરતાગુણવાળો બન. આ સંસારમાં દુઃખ અને સુખ આવે છે અને જાય છે. સિદ્ધ અવસ્થા વિના કોઈની પણ સ્થિતિ સદા સમાન રહી નથી, રહેતી નથી અને રહેશે પણ નહીં. ||૩||
૨૫૫
सिद्धा ये च सेत्स्यन्ति, सर्वे सत्त्वे प्रतिष्ठिताः । सत्त्वं विना हि सिद्धिर्न प्रोक्ता कुत्रापि शासने ॥३१॥
-
ગાથાર્થ જે કોઈ ભૂતકાળમાં સિદ્ધ થયા છે અને જે કોઈ ભવિષ્યકાળમાં સિદ્ધિપદને પામશે, તે સર્વે પણ આત્માઓ સત્ત્વ નામના ગુણમાં અતિશય સ્થિર થવા વડે જ થયા છે. કારણ કે સત્ત્વગુણ વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આ પ્રમાણે કોઈના પણ (જૈન-જૈનેતર એમ તમામ) શાસનમાં કહેલું છે. ।।૩૧।
વિવેચન - નિશ્ચલતા, ધીરજતા અને ગંભીરતા આદિ ગુણો જે મહાત્મામાં વિકાસ પામેલા હોય છે. તે મહાત્મા પુરુષો સત્ત્વશાળી તરીકે ગણાય છે. સત્ત્વગુણના કારણે કોઈથી ડરતા નથી, ભયભીત થતા નથી અને દુ:ખો આવે તો પણ સમભાવવાળા જ રહે છે. સત્ત્વગુણ વિના વિદ્યા-વિવેક-વિનય અને વીતરાગતા વિગેરે ગુણો આ જીવ પ્રાપ્ત કરી શકતો નથી. આ બધા ગુણો મેળવવા એ અત્યંત જરૂરી છે. કારણ કે
વિનય અને ભક્તિ ગુણનો જીવનમાં વિકાસ થાય તો તેનાથી આ જીવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. વિદ્યા અને વિવેકગુણથી સમ્યજ્ઞાન ગુણ પ્રગટ થાય છે અને વૈરાગ્ય તથા સમતાભાવ નામના ગુણોથી આ જીવમાં સમ્યક્ચારિત્રગુણ પ્રગટ થાય છે.
આ પ્રગટ થયેલા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર - આ ત્રણે ગુણો એ મુક્તિનો યથાર્થ માર્ગ છે. આ ગુણોની પરિપૂર્ણપણે