________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ પ્રશ્ન - “હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરવો” આ વ્યવહારનયથી પ્રભુની આજ્ઞા છે તો પછી નિશ્ચયનયથી પરમાત્માની આજ્ઞા શું છે ?
ઉત્તર- નિશ્ચયનયથી પરમાત્માની આજ્ઞા તે છે કે – પોતાના જ આત્મામાં પોતાના જ આત્મા વડે પરમાત્માપણું જાણવું. પોતાનું શુદ્ધ સ્વરૂપ પોતાનામાં જ છે. તેને પોતે જ પ્રગટ કરવાનું છે અને પરભાવદશાથી વિરમવાનું છે. અનાદિકાળથી લાગેલી આ વિભાવદશાને તોડવાની છે. આ જ નિશ્ચયથી પરમાત્માની આજ્ઞા છે. જ્ઞાનસારાકમાં કહ્યું છે કે –
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् ॥
અર્થ - જે જે યથાર્થ આત્મસ્વરૂપ છે તેને મોહનો ત્યાગ કરીને જે જાણે છે તે જ તેનું ઉત્કૃષ્ટ ચારિત્ર છે. તે જ તેનું ઉત્કૃષ્ટ જ્ઞાન અને દર્શન છે.
મતે યો નઃ ત્તત્ત્વ : મુનિ જે જગતના તત્ત્વને યથાર્થ રીતે જાણે છે તે જ મુનિ છે. એટલે બાહ્યભાવોથી દૂર રહેવું તે જ મુનિપણું અર્થાતુ મૌન કહેવાય છે. મોહદશાનો ત્યાગ કરીને આત્માનું આત્મભાવમાં જ લીન થવું તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. તે જ ઉત્કૃષ્ટ દર્શન છે અને તે જ ઉત્કૃષ્ટ ચારિત્ર છે.
“આ આત્મા જ અનંત જ્ઞાનાદિમય છે જ” ક્યાંયથી કશું લાવવાનું છે જ નહીં. સંપૂર્ણ સ્વરૂપ પોતાનામાં છે જ, માત્ર તેને પ્રગટ કરવાનું છે. તે સ્વરૂપ કર્મોથી આચ્છાદિત થયેલું છે. એટલે વ્યવહારથી પરમાત્માનું આલંબન લેવા દ્વારા અને નિશ્ચયથી પોતાના આત્માનું જ આલંબન લેવા દ્વારા પોતાના જ આત્મામાં પરમાત્મદશા પ્રગટ કરવી. આ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે.