________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર નયોની અપેક્ષા રાખીને જ્યાં જે નય ઉપકારક થાય ત્યાં તે રીતે સાધક આત્મા પોતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં પ્રવર્તે છે. યથાસ્થાને સર્વ નિયોનો આશ્રય કરનારા મુનિ સર્વત્ર સમભાવવાળા બને છે અને સર્વત્ર સમભાવવાળા બનેલા મુનિ સમભાવ દ્વારા જ આત્મિક સુખનો અનુભવ કરે છે. તેથી જે આત્માઓ જિનેશ્વર પરમાત્માના સર્વ નયાશ્રિત શાસનને પોતે યથાર્થપણે જાણે છે અને અન્યનો ઉપકાર કરવા અને યથાર્થ રીતે પ્રકાશિત કરે છે, તે જ આત્મા પોતાનું અને પરનું કલ્યાણ કરે છે. તેને જ પરમાત્માની પરમ કૃપા વરસે છે.
પરમાત્મા વીતરાગદેવ હોવાથી કોઈના પણ કરૂણા કે કઠોરતા કરતા નથી. પરંતુ સાધકનો તેમના પ્રત્યે પરમ પ્રેમ, પરમ ભક્તિ, પરમ અહોભાવ હૃદયમાં ધારણ કરીને તેમની આજ્ઞાનું અતિશય ખંતપૂર્વક જે પાલન કરે છે, ત્યારે તે પોતાના પરિણામથી જ કાર્યનો સાધનારો બને છે. તેને જ પ્રભુકૃપા કહેવામાં આવે છે. વાસ્તવિકપણે પ્રભુ સાધક ઉપર કૃપા કરતા નથી કે કૃપા વરસાવતા નથી. કારણ કે વીતરાગદશામાં વર્તે છે. સાધકનો અનન્ય ભક્તિભાવવાળો પરિણામ જ કાર્યસાધક બને છે. તેને જ પ્રભુકૃપા સ્વરૂપે ઉપચાર કરવામાં આવે છે.
ગ્રંથના પ્રથમ પ્રસ્તાવનું નામ જ યથાવસ્થિતદ્વસ્વરૂપ છે. વીતરાગ પ્રભુનું યથાવસ્થિત જેવા છે તેવા સ્વરૂપવાળા દેવનું વર્ણન છે. એટલે ગમે તેટલી ભક્તિ કરો તો પણ પ્રભુ ખુશી ખુશી થતા નથી, પ્રસન્ન થતા નથી કે હાજર થતા નથી. “માત્ર ને માત્ર શિષ્ય તારે શું જોઈએ” આવું ક્યારેય પુછતા નથી અને તથાસ્તુ જેવી કોઈ આશિષ આપતા નથી તથા આશાતના કે અપમાન કરનારા કોઈ પણ શિષ્ય ઉપર ક્યારેય ગુસ્સે થતા નથી કે શ્રાપ આપતા નથી. પરંતુ વીતરાગ પરમાત્મા પ્રત્યેના પોતાના અહોભાવથી જ સાધક ફળપ્રાપ્તિ કરે છે અને પોતાના જ બાધકભાવથી પાપકર્મ બાંધીને દુઃખી થાય છે.