________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૭૭
વ્યવહારનયથી તેનો કર્તામાં માત્ર ઉપચાર કરાય છે. જેમ કોઈ શિક્ષક પાસેથી કોઈ વિદ્યાર્થી વ્યાકરણશાસ્ત્રાદિ ભણે તો વ્યવહારમાં એમ કહેવાય છે કે આ વિદ્યાર્થીઓએ આ પંડિતજી પાસેથી આ વિદ્યા મેળવી. આ એક વ્યવહાર છે. પરમાર્થથી વિચારીએ તો તે પંડિતજી દ્વારા વિદ્યાર્થીમાં અપ્રગટ જે વિદ્યા હતી, તેને પ્રગટ કરવામાં સહાય જ કરવામાં આવી છે. બલ્કે વિદ્યાર્થીની પોતાની જ કર્મોથી ઢંકાયેલી વિદ્યા કર્મોનો ક્ષયોપશમ થવા દ્વારા પ્રગટ થઈ છે. આ વાતને સ્થિરચિત્તે વિચારવી. પરમાત્માશ્રી વીતરાગદેવ વીતરાગપણામાં અને પોતાના પ્રગટ થયેલા અનંતગુણોમાં જ રમનારા છે. તે સેવકની સેવાની લાલચ ક્યારેય રાખતા નથી તથા સેવા કરનાર ઉપર ખુશ થાય અને સેવા ન કરનાર ઉપર નાખુશ થાય. આવા રાગાદિભાવો તેમનામાં નથી. માટે “પરમાત્માની કૃપા’’ આવા પદનો અર્થ એવો કરવો કે પરમાત્મા પ્રત્યેનો સાધકનો જે અનન્યભાવ તે જ પરમાત્માની કૃપા કહેવાય છે. ઉપચિરત વાક્યો આ રીતે જ બોલાય છે.
ઇયળ જેમ ભમરીનું ધ્યાન કરતી કરતી ભ્રમર બની જાય છે, તેમ સાધક આત્મા પરમાત્માનું ધ્યાન કરતો કરતો પોતાના જ અદ્વિતીય એકાકારમય બનેલા અધ્યવસાયથી જ પરમાત્મા બની જાય છે. આ રીતે વિચારતા તે પરમાત્મા જ પરમ શ્રદ્ધેય છે. પરમ ધ્યેયસ્વરૂપ છે. આ રીતે જે જીવ તેમનું શરણ સ્વીકારીને તેમની આજ્ઞાનું વિધિપૂર્વક પાલન કરે છે, તે જીવ પોતે જ પરમાત્મા બની જાય છે અને આ ભયંકર ભવસાગરથી તરી જાય છે.
પરમાત્મા વીતરાગ હોવાથી મોક્ષમાં જ બિરાજે છે. સ્વગુણ૨મણતામાં જ અનંત આનંદ અનુભવે છે. તે સેવકોની સેવા લેવા કે સેવાથી ખુશ થઈ તેનાં કાર્યો કરવામાં ક્યારેય પણ જોડાતા