________________
૭૪ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર અધિકારમાં અહિંસા આદિ સંવરભાવોનું સ્વરૂપ અને તેના ફળરૂપે સ્વર્ગ પ્રાપ્તિ તથા કેવલજ્ઞાન અને કેવળદર્શન અને મોક્ષની પ્રાપ્તિનું વર્ણન કરેલું છે.
તથા શ્રી વિપાકસૂત્રમાં હિંસાદિ પાપસ્થાનકોથી થતાં અસાતા રોગ-શોક આદિ દુ:ખોનું અને અહિંસાદિ ધર્મસ્થાનોથી મળતા સુખોનું વર્ણન દષ્ટાન્તો આપીને વિસ્તારથી સમજાવેલ છે. જિનેશ્વર પ્રભુની આજ્ઞાના પાલનનું મહત્ત્વ સમજી ઉત્તમ જીવો વિધિપૂર્વક તેનું વધારેમાં વધારે પાલન કરે અને આજ્ઞાની વિરાધનાથી બચવા માટે હિંસાદિ પાપો, વિષય-કષાયોના આવેશો તથા રાગ અને દ્વેષાદિ દોષોનો સર્વથા ત્યાગ કરવા માટે વધારેમાં વધારે પ્રયત્નશીલ બને તથા જિનેશ્વર પ્રભુના આગમ શાસ્ત્રોનું ગુરુમુખે વિધિપૂર્વક શ્રવણ-મનન કરીને આ આત્મામાં સંવેગ અને વૈરાગ્યગુણ વધારેમાં વધારે વૃદ્ધિ પામે તેવું કાર્ય જીવનમાં કરવા પ્રેરાય એવો શુભ આશય છે. //૩૪ો सदा तत्पालने लीनैः परमात्मात्मनात्मनि । सम्यक् ज्ञायते ज्ञातो, मोक्षं च कुरुते प्रभुः ॥३५॥
ગાથાર્થ - તે જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું હંમેશાં પાલન કરવામાં તત્પર એવા સાધક આત્માઓ વડે પોતાના જ આત્મામાં પોતાના જ આત્માના અનુભવ દ્વારા પરમાત્મા સારી રીતે જણાય છે અને સારી રીતે જણાયેલા તે પ્રભુ તે આત્માને મોક્ષ આપે છે. /૩પી
વિવેચન - “આશ્રવ સર્વથા હેય છે તથા સંવર સર્વથા ઉપાદેય છે” આ જ વીતરાગ પરમાત્માની આજ્ઞા છે. શ્રી વીતરાગદેવની આ આજ્ઞા વ્યવહારનયથી છે. વ્યવહારથી પરમાત્માની આ આજ્ઞાપાલનમાં તત્પર બનેલો સાધક આત્મા નિશ્ચયથી પણ જિનાજ્ઞાનું પાલન સારી રીતે કરી શકે છે.