________________
યોગસાર પ્રથમ પ્રસ્તાવ
૭૩ અર્થ- વાવચંદ્ર દિવાકર સુધી હે વીતરાગ પ્રભુ ! તમારી હેયઉપાદેયના વિષયવાળી આવી જ આજ્ઞા છે કે “આશ્રવો સર્વથા ત્યજવા જેવા છે અને સંવર સર્વથા આદરવા જેવો છે.” - વિવેચન- શ્રી જિનેશ્વર પરમાત્માની આ જ આશા છે કે આશ્રવ એ સર્વથા હેય છે. જે જે કાર્યો કરવાથી કર્મો બંધાય, કર્મોનો આશ્રય થાય તેવાં તેવાં કાર્યો તે આશ્રવનાં કાર્યો કહેવાય છે. તે આશ્રવનાં કાર્યો હેય છે. ત્યજવા યોગ્ય છે. જેમકે હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહ ઇત્યાદિ અઢારે પાપસ્થાનકો કર્મો બંધાવનારાં હોવાથી આશ્રવો છે અને પવિત્ર એવા જીવનમાંથી આ આશ્રવોનો ત્યાગ કરવો જોઈએ.
તથા સત્તાવન ભેદે સંવર જીવનમાં અપનાવવા જેવો છે. ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૨૨ પરિષદો સહન કરવા અને ૫ ચારિત્ર પાળવાં એમ પર ભેદે સંવર આદરવા જેવો છે. આવી પ્રભુજીની આજ્ઞા છે.
હિંસાદિ ૧૮ પાપસ્થાનકો સંસાર વધારનાર અને ભવમાં ભટકાવનાર છે, માટે હેય (ત્યજવા યોગ્ય) છે અને અહિંસા આદિ પર પ્રકારનો સંવર ભવને કાપનાર હોવાથી આદરવા જેવો છે. તે ધર્મ જ શાશ્વત એવા મોક્ષસુખનું ઉત્પાદન કરે છે. આવા પ્રકારની હેયના ત્યાગરૂપ અને ઉપાદેયના સ્વીકાર રૂપ જિનાજ્ઞા એ જ આરાધવા યોગ્યસ્વીકારવા યોગ્ય છે. હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર એ જ પરમાત્માની આજ્ઞા છે.
અને આ આજ્ઞાનું પાલન એ જ સમસ્ત દ્વાદશાંગીનો સાર છે. આગમ ગ્રંથોમાં પણ આ જ વાત કહી છે. પ્રશ્નવ્યાકરણ નામના આગમમાં હિંસાદિ પાંચ આશ્રવો અને તેના સેવનથી ભાવિમાં આવનારાં કડવાં ફળોનું વર્ણન કરેલું છે અને તે જ પ્રશ્નવ્યાકરણના બીજા