________________
૨૯૮ પંચમ પ્રસ્તાવ
યોગસાર સંતોષ ગુણ વિકસાવીને લોભને, સરળતા ગુણ વિકસાવી માયાને, નમ્રતા ગુણ વિકસાવી માનને અને ક્ષમા ગુણ વિકસાવીને ક્રોધને જિતવા જોઈએ તેના ઉપર વિજય કરવા આ આત્માએ મજબૂત પ્રયત્ન કરવો જોઈએ. ગુણોનો વધારેમાં વધારે આશ્રય કરીને દોષોનો અને દોષોને લાવનારા કષાયોનો આ જીવ વિનાશ કરે છે અને મનમાં આવા વિચારો કરે છે કે -
મારા કર્મો ક્યારે નાશ પામશે ? મને ક્યારે કેવળજ્ઞાન થશે ? અને ક્યારે મોક્ષ મળશે? આવા પ્રકારની વિચારણા કરે છે પરંતુ તેના માટેની ઉત્સુકતા (અધીરાઈ)નો ત્યાગ કરે છે. કારણ કે આવા પ્રકારની આ અધીરાઈ ચિત્તને અતિશય ચંચળ અને આકુળ-વ્યાકુળ બનાવે છે અને આવા પ્રકારની ચિત્તની ચંચળતા એ આત્માની સ્વાભાવિક સમાધિગુણનો વિનાશ કરે છે. માટે મુનિ મહાત્મા ચિત્તની ઉત્સુકતાને ત્યજીને નિરુત્સુકતા ભાવે આત્મસાધના કરે છે. //૧પી. संसारसरणिर्लोभो, लोभः शिवपथाचलः । सर्वदुःखखनिर्लोभो, लोभो व्यसनमन्दिरम् ॥१६॥ શોdવીન મહીનો, નોમ: સ્રોધાનનાનિત્વઃ | मायावल्लिसुधाकुल्या, मानमत्तेभवारुणी ॥१७॥
| વિવેચન - લોભ કેટલો ભયંકર છે ? તે વાત ગ્રંથકારશ્રી જુદી જુદી ઉપમાઓ આપીને આપણને સમજાવે છે.
જ્યારે જયારે માણસના મનમાં લોભ એટલે કે આસક્તિ ઉત્પન્ન થાય છે, મમતા પ્રગટે છે ત્યારે ત્યારે તે તે વસ્તુ મેળવવા હૃદયમાં અધીરાઈ પ્રગટ થાય છે અને અધીરાઈથી-ઉત્સુકતાથી આ જીવ તે તે વસ્તુ મેળવવા અનેક પ્રકારની માયા કરે છે. વસ્તુ પ્રાપ્ત ન થાય તો શોક