________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
૧૭૫
પરંતુ અન્ય જીવોને (મિથ્યાર્દષ્ટિ જીવોને) વિષય-કષાયોના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી, તેની અનર્થકારિતાનું યથાર્થ ભાન ન હોવાથી મનગમતા ઇષ્ટવિષયોમાં રાગ અને અણગમતા-અનિષ્ટ વિષયોમાં દ્વેષ કરીને નવાં ઘણાં ચીકણાં કર્મોનો બંધ કરે છે અને તેના કારણે સંસારમાં
ઘણું ભટકે છે. આ કારણે વિષય અને કષાયોની ભયંકરતા સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવો વડે પણ જાણી શકાતી નથી. ।।૪। अपराधाक्षमा क्रोधो, मानो जात्याद्यहंकृतिः । તોમ: પાર્થતૃષ્ણા ત્ર, માવા પટત્રેષ્ટિતમ્ ॥
ગાથાર્થ - અપરાધોની ક્ષમા ન માગવી અથવા ક્ષમા ન આપવી તે ક્રોધ કહેવાય, જાતિ આદિનો જે અહંકાર તે માન જાણવો. પદાર્થોની તૃષ્ણા-ભૂખ તે લોભ જાણવો અને કપટપૂર્વકની જે ચેષ્ટા તે માયા જાણવી. ॥૫॥
જે
વિવેચન – વિષયોનો અનુરાગ અને ક્રોધાદિ ચારે કષાયો સમતાયોગના અત્યંત વિરોધિ તત્ત્વો છે. તેથી તેને જાણી લેવા અતિશય જરૂરી છે. જેથી આપણું જીવન જોખમાય નહીં, જેમ સાપને જાણવો જરૂરી છે, તેમ આત્મકલ્યાણના અવરોધક ભાવોને પણ જાણવા જોઈએ કે જેથી આ જીવ આત્મકલ્યાણમાં છેતરાય નહીં.
ત્યાં ચારે કષાયોનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - ક્રોધ-બીજા જીવોએ આપણા પ્રત્યે નાનો અથવા મોટો કોઈ અપરાધગુન્હો કર્યો હોય તો તેને ગળી ન જવો. ન ખમી ખાવું. પરંતુ ગુસ્સો કરવો તે ક્રોધ કહેવાય છે. સામેની વ્યક્તિ પ્રત્યે જે અણગમો પેદા થયો, તે ક્રોધ કહેવાય છે. ક્યારેક આ ક્રોધ બહારથી દેખાય તેવો હોય છે અને ક્યારેક બહારથી ન દેખાય પણ હૃદયની અંદર સામેની વ્યક્તિ