________________
૧૭૬
તૃતીય પ્રસ્તાવ
યોગસાર
પ્રત્યે અણગમો-નાખુશીભાવ ચાલુ હોય છે, તે સઘળો ક્રોધ કહેવાય છે. તે ક્રોધના કારણે સામેની વ્યક્તિ પ્રત્યે પ્રીતિભાવ-મૈત્રીભાવ થતો નથી.
આ ક્રોધનો વિજય કરવા માટે આપણો જેણે અપરાધ કર્યો છે, તેને ક્ષમા આપવી. તેમજ આપણે સામેની વ્યક્તિ તરફ જે અપરાધો કર્યા હોય, તેની ક્ષમા માગવી. તે ક્રોધનો વિજય કર્યો કહેવાય છે. આમ કરવામાં જ શ્રી જિનેશ્વરપ્રભુની આજ્ઞાનું પાલન છે. વંદિત્તાસૂત્રમાં જ કહ્યું છે કે -
सव्वे जीवा खमन्तु મે
खामि सव्वजीवे, मित्ती मे सव्वभूएसु, वेरं मज्झं न केाइ ॥४९॥
સર્વે પણ જીવોને હું ખમાવું છું, સર્વે પણ જીવો મને ક્ષમા આપો. મારે સર્વ જીવો સાથે મૈત્રી છે, કોઈની પણ સાથે વૈરભાવ નથી. આમ મૈત્રીભાવ કરવો તે ક્રોધને જીતવાનો ઉપાય છે.
આ ક્રોધ મંદ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એમ ચાર પ્રકારનો છે. તેને જૈન શાસ્ત્રોમાં સંજવલન, પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય અને અનંતાનુબંધી કહેવાય છે.
માન - અહંકાર, પોતાની જાતને મોટી માનવી, આ માનને અભિમાન પણ કહેવાય છે. તે માન આઠ જાતિનું છે. (૧) જાતિ, (૨) કુલ, (૩) બલ, (૪) રૂપ, (૫) ઋદ્ધિ, (૬) શ્વેત, (૭) લાભ, (૮) તપ - આ આઠમાંનો જે ભાવ આપણને પ્રાપ્ત થયો હોય તેની મોટાઈ માણવી. બીજાને તુચ્છ ગણવા તે માન સમજવું.
મારી જાતિ, મારૂં કુલ ઘણું ઉંચુ છે, અમે ઉંચી જાતિના છીએ, આવું મનમાં અહંકાર રાખવો. મારામાં શારીરિક બળ ઘણું જ છે. હું બાહુબલી જેવો છું. આમ બળનું અભિમાન કરવું તથા હું ઘણો જ શૂરવીર છું, આમ માનવું તે બળનું અભિમાન કહેવાય છે.