________________
૧૭૭
યોગસાર
તૃતીય પ્રસ્તાવ તથા હું રૂપવાન-સૌંદર્યવાન છું, મારું રૂપ ઇન્દ્ર તુલ્ય છે. આ રૂપનું અભિમાન કહેવાય છે. મારી પાસે રાજય-ઋદ્ધિ-સમૃદ્ધિ ઘણી છે. કુબેર જેવી ધનસંપત્તિ છે. હું ઘણો જ પુણ્યશાળી છું, મારે ઘરે પગલે પગલે નિધાન નીકળે છે. હું જે વ્યવસાય કરું, તેમાં લાખોની સંપત્તિ મને મળે છે. આવી મનની માન્યતા તે લાભનો મદ સમજવો. શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં વધારે શ્રુતજ્ઞાન પ્રગટ થયું હોય તો તેનું અભિમાન કરવું. મારા જેવો કોઈ જ્ઞાની નથી, હું જ મહાન ઋતધર છું, ગીતાર્થ છું. આવી મનની માન્યતા છે શ્રુતનું માન કહેવાય છે.
એવી જ રીતે ધનાદિનો લાભ થયો હોય, તો તેનું અભિમાન કરવું તથા શરીરથી ઘણો તપ થઈ શકતો હોય તો તપનું અભિમાન કરવું. આમ આઠ જાતિનો મદ છે, તે ન કરવો પણ તેને જીતવો. જેણે જેણે જે જે અહંકાર કર્યા છે, તે તે જીવો તે તે ગુણની શક્તિ હારી ગયા છે માટે આઠે જાતિના મદ આત્મતત્ત્વને હાનિ કરનારા છે. આમ સમજીને મદનો ત્યાગ કરવો.
માયા – છળ-કપટ-પ્રપંચ-હૈયામાં જુદા ભાવ અને મુખમાં જુદા ભાવ. આ માયા કહેવાય છે.
માયા કરવાથી પરભવનું તિર્યંચનું આયુષ્ય બંધાય છે તથા ત્રણ વેદમાં સ્ત્રીવેદકર્મ બંધાય છે. આ લોકમાં પણ માયાવી માણસનો કોઈ વિશ્વાસ કરતું નથી. તેથી સર્વત્ર અવિશ્વાસને યોગ્ય આ જીવ બને છે. સર્વે પણ મિત્રો આદિ વડે આ જીવ ત્યજાય છે.
શ્રી મલ્લિનાથ પરમાત્માના જીવે બીજા મિત્રો સાથે ગયા ભવમાં માયા કરવા પૂર્વક વિશેષ તપ કર્યું. જેનાથી તીર્થકર જેવી ઉત્તમ અવસ્થા પામવા છતાં સ્ત્રી બન્યા. આમ સમજીને માયાનો ત્યાગ કરવો. જ્યાં જ્યાં માયા થાય છે, ત્યાં ત્યાં માયાની સાથે મૃષાવાદ પણ શરૂ થાય જ