________________
૧૭૮
તૃતીય પ્રસ્તાવ
યોગસાર
છે. માયા અને મૃષાવાદ શરૂ થતાં બીજાં પણ અનેક પ્રકારનાં પાપો શરૂ થાય છે. પાપો કરીને પણ માયાવી જીવ તે પાપને છૂપાવે છે, તેથી તેને માયાશલ્ય કહેવાય છે. જેમ પગમાં લાગેલો કાંટો અનેક જાતની પીડા કરે છે, તેમ આ માયા પણ આ જીવને આ ભવ પરભવમાં ઘણી પીડા કરનાર બને છે.
મુમુક્ષુ જીવોએ આ માયાનો ત્યાગ કરીને સરળ સ્વભાવી બનવું. પોતાની થયેલી ભૂલો છૂપાવ્યા વિના ગુરુજીની પાસે નિખાલસતાપૂર્વક પ્રગટ કરીને આલોચના લેવી. આલોચના કરનારો જીવ વધારે સરળ હોય તો જ પોતાના પાપોનો નાશ કરનાર બને છે. જો માયા (કપટ)પૂર્વક આલોચના કરવામાં આવે તો લક્ષ્મણા સાધ્વીજીની જેમ ભવમાં ભટકવાનું જ રહે છે. તેથી માયા-કપટનો ત્યાગ કરી સરળતાપૂર્વક કાર્ય કરવું. જ્યાં સરળતા ગુણ હોય છે, ત્યાં ત્યાં સમતા અવશ્ય પ્રગટે છે. સમતાગુણનો અર્થી જીવ હંમેશાં ક્ષમા-નમ્રતા અને સરળતા પોતાનામાં લાવવાનો સતત અભ્યાસ કરે છે.
લોભ પોતાના આત્માના ગુણો વિના અન્ય પ૨પદાર્થોની મેળવવાની ઇચ્છા તેને લોભ કહેવાય છે. જ્ઞાનસાર અષ્ટકમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
-
परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् ।
તવુń સમાસેન, લક્ષળ સુદ્ધદુ:યો: ॥ (જ્ઞાનસારાષ્ટક)
ગાથાર્થ - આ લોભ અનેક પરપદાર્થોની આસક્તિ કરાવે છે. લોભ સર્વ પાપોનું મૂળ છે. આ જીવનમાં સર્વે પણ દોષો લોભથી જ થાય છે. લોભને અતિશય પરવશ થયેલો જીવ નરક-નિગોદાદિ દુર્ગતિમાં જ વધારે ભટકે છે. લોભને પરવશ થયેલો જીવ સદાકાળ લાલચુ થઈને માંગ્યા જ કરતો હોય છે. આપવાની ભાવના તો ક્યારેય પણ થતી નથી. લોકોમાં પણ સદા માગનારો જીવ હલકો ગણાય છે.