________________
યોગસાર તૃતીય પ્રસ્તાવ
૧૭૯ પરપદાર્થોની તૃષ્ણા એ વિષની વેલડી તુલ્ય છે. જેમ વિષપાન કરવાથી મુખ શોષાય છે. તેમ લોભને વશ થયેલો જીવ પણ મુખશોષને પામે છે. દીન-અનાથ અને લાચાર બને છે અને વસ્તુ મળતાં મૂર્છાઆસક્તિ વધે છે. માટે સમ્યજ્ઞાન દ્વારા આ લોભરૂપી વિષવેલડીનો સાધકે નાશ કરવો જોઈએ.
આ ચારે કષાયોથી દૂર રહેનારા જે મુનિ છે તે સાચા મુનિ જાણવા. આવા મુનિઓ પોતાનું સન્માન કરનારા કે નિંદા કરનારા એમ બન્ને ઉપર સમભાવ રાખનારા હોય છે. ઘણા ગામોના ભક્ત લોકો વંદન કરવા આવે તો પણ મનમાં ફુલાતા નથી અને સારા ચારિત્રના કારણે લોકોમાં તેઓની પ્રશંસા થતી હોય તો પણ ક્યારેય પોતાનો ઉત્કર્ષ સમજતા નથી અને માનમાં આવી જઈને બીજા મુનિઓની ક્યારેય અવહેલના કરતા નથી. પોતાના મુખે પોતાનાં કુળ-ગોત્ર, નામ કે સંસારી સગપણ ઉચ્ચારતા નથી. આમ લોભાદિ કષાયોને જીતીને આ આત્મા નિઃસ્પૃહ બને છે. //પી.
शब्दरूपरसस्पर्शगन्धाश्च मृगतृष्णिका । दुःखयन्ति जनं सर्वं सुखाभासविमोहितम् ॥६॥
ગાથાર્થ – શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ - આ પાંચે પુગલ દ્રવ્યના ગુણો છે. તે ઝાંઝવાના જળતુલ્ય છે. આ પાંચે ઇન્દ્રિયોના પાંચ વિષયો છે. તેમાં સુખ માની મોહાંધ બનેલા સર્વે પણ જીવોને આ પુદ્ગલના ગુણો દુ:ખી દુ:ખી કરે છે. //દી
વિવેચન - રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ આ પાંચે પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તે તે ગુણોને જાણે છે. જાણવા દ્વારા આ જીવ તે તે ગુણોમાં મોહાંધ થયો છતો અનુકૂળ પદાર્થોમાં