________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર લખાવવાં-છપાવવા-પ્રકાશિત કરવાં. આ માર્ગનો પ્રચાર કરવો. આ સઘળા યોગદશાની પ્રાપ્તિના પરમ ઉપાયો છે. યોગદશાની યોગ્યતા વિકસાવવાના શ્રેષ્ઠતમ ઉપાયો છે તે ઉપાયોમાં યથાશક્ય રીતે જોડાઈ જવું તે સમાપત્તિનું પ્રથમ સાધન છે.
યોગદશાની સાધનાના પ્રથમ ઉપાય રૂપે પૂર્વભૂમિકામાં નીચે મુજબ ચાર પ્રકારની પૂર્વસેવા પ્રાપ્ત કરવાનું યોગબિંદુમાં જણાવ્યું છે. (૧) ગુરુ અને દેવ આ બન્ને ઉપકારી તત્ત્વો પ્રત્યે અથાગ પ્રેમબહુમાન અને તેઓનું પૂજન. (૨) તેઓ દ્વારા જણાવાયેલા સદાચારોનું યથાશક્તિ પાલન. (૩) યથાશક્તિ બાહ્ય અને અભ્યત્તર તપનું આસેવન. (૪) મુક્તિ પ્રત્યે અત્યન્ત અષ. આ ચાર પ્રકારની પૂર્વસેવા શાસ્ત્રોમાં કહી છે તેનું આરાધન કરવાથી યોગદશાની સાધનાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે.
આ પૂર્વસેવા તથા યોગનાં બીજોનું સેવન, આ બન્ને તત્ત્વો સાધકનાં મન-વચન-કાયાને પવિત્ર બનાવે છે અને યોગદશાની પ્રાપ્તિની યોગ્યતા વિકસાવે છે. તેથી સાધક આત્મા અધ્યાત્મદશાની, ભાવનાદશાની, ધ્યાનદશાની અને સમતાયોગની પૂર્વભૂમિકાને પ્રાપ્ત કરતો કરતો અનુક્રમે યોગદશાની પ્રાપ્તિને યોગ્ય બને છે. આ આત્મા યોગદશાની પ્રાપ્તિ તરફ પ્રયાણ કરે છે.
અધ્યાત્મદશાની પ્રાપ્તિ થયે છતે તેનાથી રંગાઈને મૈત્રી-પ્રમોદકરુણા અને માધ્યસ્થતા ભાવનાઓ ભાવતાં ભાવતાં પોતાની
ઔચિત્યતાપૂર્વક અણુવ્રતો તથા મહાવ્રતોનું ગ્રહણ અને પાલન કરવા દ્વારા, જીવ-અજીવાદિ તત્ત્વોનું તથા હેય-ઉપાદેય આદિ તત્ત્વોનું ચિંતન-મનન કરવા પૂર્વક સાધકના આત્માની લાઈનદોરી બદલાય છે. મોહપોષક વૃત્તિઓમાંથી નીકળીને આત્મસાધના તરફની