________________
૧૭
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ વૃત્તિઓમાં ઝંપલાવે છે. તેનાથી સાધકના આત્મામાં નિર્મળતાસ્વચ્છતા-સચ્ચાઈ આદિ પારમાર્થિક આત્મગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. આવા પ્રકારના ગુણો પ્રગટ થવાથી જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. ૭૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ તૂટીને અંતઃકોડાકોડીની જ માત્ર થઈ જાય છે. આત્મામાં વીર્યગુણ પુષ્ટિ અને વૃદ્ધિ પામે છે. શીયળગુણ અને ચિત્તની સમાધિનો ગુણ પ્રગટ થાય છે. સાચું તત્ત્વ બરાબર સમજાય છે. ઉપકારીભાવો તરફ પ્રયાણ અને અપકારી ભાવોથી નિવૃત્તિ કરવાનું મન થાય છે. જેના પ્રતાપે મોહનો ક્ષય થતાં શાશ્વત રહેવાવાળું અને વિશુદ્ધ રત્નતુલ્ય કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. સારાંશ કે આ અધ્યાત્મયોગ આદિ ચારે તત્ત્વોની પ્રાપ્તિ, એ અતિશય ભયંકર મોહદશાના વિષવિકારોનો નાશ કરવામાં અનુભવસિદ્ધ અમૃત તુલ્ય બને છે.
આ અધ્યાત્મયો ગાદિની સાધના દ્વારા ઉત્પન્ન થયેલા સમતારસથી નિર્મળ બનેલા સાધકને પોતાના આત્મામાં પણ પરમાત્મપણાનો સ્પષ્ટ અનુભવ થાય છે. આવો અનુભવ સંસારસાગર તરવામાં સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવાતું પ્રેમપીયૂષ (પરમઅમૃત) છે. ||૪ll.
અવતરણ :- આવી નિર્મળ દશા તરફ જવાના ઉપાયરૂપે કષાયોના નિગ્રહનું વર્ણન - तत्त्वनन्तानुबन्ध्यादि - कषायविगमः क्रमात् । आत्मनः शुद्धिकृत् साम्यं, शुद्धं शुद्धतरं भवेत् ॥५॥
ગાથાર્થ - અનંતાનુબંધી આદિ કષાયોનો અનુક્રમે વિગમ (વિનાશ) થવાથી તે આત્મનિર્મળતા વૃદ્ધિ પામે છે અને આત્માની