________________
४४
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર વિવેચન :- સંસારમાં ફરતા સર્વે પણ જીવો કર્મરૂપી મલથી (કાદવથી) ખરડાયેલા છે. તેથી દેવ-નારકી-તિર્યંચ-મનુષ્ય-એકેન્દ્રિયવિકલેન્દ્રિય-પંચેન્દ્રિય ઇત્યાદિ રૂપે ભિન્ન ભિન્ન ભાસે છે અને કર્મજન્ય મલીનતાના કારણે ભિન્ન ભિન્ન છે પણ ખરા. પરંતુ જ્યારે કર્મમેલ દૂર થઈ જાય છે અને કેવળ એકલો આત્મા રહે છે અને શુદ્ધ-બુદ્ધ બને છે, ત્યારે તેવા અનંત પરમાત્માઓમાં પણ કંઈ તફાવત (કે તરતમતા) નથી.
તળાવમાં રહેલું પાણી એક હોવા છતાં પણ જયારે ચંડાળના ઘડામાં આવે છે, ત્યારે તે અસ્પૃશ્ય બની જાય છે અને તે જ તળાવનું પાણી બ્રાહ્મણ આદિના ઘડામાં આવી જાય છે, ત્યારે સ્પૃશ્ય બને છે. તેમ કર્મજન્ય મલીનતા જ્યારે હોય છે, ત્યારે જ જીવે જીવે ભેદ હોય છે. ઊંચા નીચા-પણાનો ભેદ માત્ર કર્મજન્ય છે. જયારે કર્મમેલ આ આત્મામાંથી દૂર થઈ જાય છે, ત્યારે સર્વે પણ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિર્મળ અને સ્વચ્છ થયા છતા પરમાત્મા જ બને છે. એકસરખા સમાન છે, કોઈ જ તરતમતા નથી.
જે સિદ્ધના ૧૫ ભેદ આવે છે, તે પણ પૂર્વજન્મને આશ્રયી જ છે. સિદ્ધાવસ્થામાં સર્વે આત્મા સમાન સ્વરૂપવાળા જ છે. જીવવિચારાદિ ગ્રન્થોમાં જીવોના જે પ૬૩ ભેદો જણાવ્યા છે, તે સઘળા પણ સંસારી-કર્મકૃત અવસ્થાને ધ્યાનમાં લઈને જ કહ્યા છે. કર્મકૃત અવસ્થાને જો દૂર મૂકવામાં આવે તો સર્વે પણ આત્મા સમાન છે અનંતાનંત આત્મામાં કોઈ ભેદ નથી.’
વ્યવહારનય સ્થૂલદેષ્ટિવાળો છે. એટલે દેહ-રૂપ-રંગ ઇત્યાદિ ભાવો જીવના પોતાના માને છે, તેથી કોઈ પુરુષ કાળો, કોઈ પુરુષ ધોળો, કોઈ જાડો, કોઈ પાતળો, કોઈ ઉંચો, કોઈ નીચો ઇત્યાદિ રૂપે