________________
૪૩
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ પ્રવેશ કર્યો છે, તેથી તેનું પરમાત્માપણું દૃષ્ટિગોચર થતું નથી. હું જો મોહના નાશનો પ્રયત્ન કરું તો કર્મજન્ય માલિન્યતા દૂર થઈ શકે છે અને ત્યારે મારો જ આત્મા પરમાત્મદશાને પામી શકે છે. વીતરાગ પ્રભુમાં રહેલું પરમાત્મપણું તો મારા આત્માની પરમાત્મદશાને ઉઘાડવામાં માત્ર કારણભૂત છે. બાકી ઉપાદેય તો મારા જ આત્માની પરમાત્મદશા છે અને કર્મમાલિન્યતા દૂર કરવાથી તે મારી પોતાની પરમાત્મદેશા હું જ પ્રાપ્ત કરી શકું છું.
જેટલા જેટલા જીવો કર્મો ખપાવીને મોક્ષે ગયા છે, તે સઘળાય પણ આત્મા અનાદિથી બહિરાત્મ ભાવમાં જ હતા. તેઓએ વીતરાગ પરમાત્માનું આલંબન માત્ર લીધું છે. પરંતુ તે આલંબનથી પ્રગટ તો પોતાનું જ પરમાત્મપણું કર્યું છે. માટે હે જીવ ? તું પોતે જ જો ધર્મ પુરુષાર્થ કરે અને રાગાદિ દોષોને દૂર કરે તો તારામાં રહેલી કર્મજન્ય માલિન્યતા દૂર થવાથી તે પોતે જ પરમાત્મા બની શકે છે અને તે જ તત્ત્વ ઉપાદેય છે. વીતરાગ પરમાત્મામાં રહેલું પરમાત્મપણું તેઓમાં જ રહે છે. આપણામાં આવતું નથી. માત્ર તેને જોઈ જોઈને પોતાનું જ પરમાત્મપણે જે પોતાનામાં છુપાયેલું છે જ, તેને પ્રગટ કરવાનું છે. આ રીતે નિરંતર ચિંતન-મનન કરતાં આ આત્મા જ પરમાત્મા બને છે અને વાસ્તવિકપણે તે જ ઉપાદેય તત્ત્વ છે. ||૧પ आत्मानो देहिनो भिन्नाः, कर्मपङ्ककलङ्किताः । अदेहः कर्मनिर्मुक्तः, परमात्मा न भिद्यते ॥१६॥
ગાથાર્થ :- કર્મમલથી કલંકિત થયેલા સર્વે પણ આત્માઓ ભિન્ન ભિન્ન (સ્વરૂપવાળા) છે, પરંતુ શરીરરહિત અને કર્મમલથી મુક્ત બનેલો આ જ આત્મા જ્યારે પરમાત્મા બને છે. ત્યારે પરમાત્મા તે પોતાના આત્માથી ભિન્ન નથી. II૧૬ll.