________________
યોગસાર પ્રથમ પ્રસ્તાવ
૪૫ ભિન્ન ભિન્ન છે. આમ વ્યવહારથી દેખાય છે, પરંતુ શુદ્ધ સંગ્રહાયની અપેક્ષાએ તમામ જીવોમાં આત્મત્વ (આત્માના ગુણોનું અસ્તિત્વ) ઇત્યાદિ ધર્મો એકસરખા સમાન છે. કોઈ આત્મા હીનાધિક નથી. સર્વે પણ આત્માઓનું આત્મત્વ એકસરખું-સમાન છે. તેથી જ જયારે જયારે આ આત્મા કર્મવાળો હોય છે. ત્યારે ત્યારે ભિન્ન ભિન્ન ભાસે છે, પરંતુ તેમાં રહેલા કર્મરહિત મૂળ આત્માને જો જોવામાં આવે તો સર્વે પણ જીવોનું પરમાત્મપણું એકસરખું-સમાન છે અને સમાન જણાય છે.૧૬ll संख्ययाऽनेकरूपोऽपि, गुणतस्त्वेकः एव सः । अनन्तदर्शनज्ञानवीर्यानन्द गुणात्मकः ॥१७॥
ગાથાર્થ :- સંખ્યા વડે અનંત આત્માઓ સિદ્ધ હોવા છતાં પણ ગુણોની અપેક્ષાએ તે સઘળા પણ સિદ્ધ ભગવંતો એક જ છે. (એક સરખા સ્વરૂપવાળા જ છે) અને તે પ્રત્યેક આત્માઓ એકસરખા સમાન અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત આનંદ સ્વરૂપે સમાન ગુણાત્મક છે. /૧ળી
વિવેચન :- જે જે આત્માઓ કર્મ ખપાવીને અશરીરી બનીને મુક્તાવસ્થાને પામ્યા છે અને પામે છે. તેવા સિદ્ધ ભગવંતો ભૂતકાળમાં અનંતા થયા છે, ભાવિમાં પણ અનંતા થશે અને વર્તમાનકાળે પણ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. આમ સંખ્યાની અપેક્ષાએ અનંતા સિદ્ધ ભગવંતો છે, પરંતુ તે સર્વે અનંત સિદ્ધ ભગવંતો પણ ગુણોની અપેક્ષાએ એકસરખા-સમાન છે. કોઈ સિદ્ધ પરમાત્મામાં હીન કે અધિક ગુણ નથી, સર્વે પણ ભગવંતો ગુણપ્રાગટ્યની અપેક્ષાએ તુલ્ય છે.
એકે એક સિદ્ધ પરમાત્મામાં અનંત કેવળજ્ઞાન, અનંત કેવળદર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અનંતવીર્ય આદિ