________________
૪૬ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર આત્મિકગુણો હીનાધિક રહિતપણે સર્વ આત્મામાં તુલ્યપણે પ્રગટ થયેલા છે. આ રીતે ગુણોની સદૃશતાને લીધે સર્વે પણ સિદ્ધ ભગવંતો સંખ્યામાં અનંત હોવા છતાં એક છે, સમાન છે.
મુક્તિમાં જીવદ્રવ્યો ભિન્ન ભિન્ન છે, પણ પ્રગટ ગુણોપણું સર્વત્ર તુલ્ય છે. તેથી મુક્તગત સર્વે પણ જીવદ્રવ્યો વ્યક્તિ અપેક્ષાએ ભિન્ન ભિન્ન પણ છે અને સહજ સ્વરૂપ પ્રાગટ્યની અપેક્ષાએ એક પણ છે. આ રીતે અપેક્ષાવાળું જ વસ્તુઓનું સ્વરૂપ છે. સ્યાદ્વાદ શૈલીએ જ જગતનું સ્વરૂપ રહેલું છે.
આમ સ્યાદ્વાદ દષ્ટિથી અર્થાત અનેકાંતવાદની અપેક્ષાએ જ પ્રત્યેક વસ્તુનું ચિંતન-મનન જો કરવામાં આવે તો આ વાત અવશ્ય સમજાય તેવી છે અને અતિશયપણે યથાર્થ છે. દ્રવ્યદૃષ્ટિએ સિદ્ધ પરમાત્માની સંખ્યા અનંત હોવા છતાં પણ તેઓમાં પ્રગટ થયેલું આત્મસ્વરૂપ સરખું-સમાન હોવાથી સિદ્ધ ભગવંત “એક” છે. આમ જ કહેવાય છે. વસ્તુ ભિન્ન ભિન્ન હોય પણ સ્વરૂપથી સમાન હોય તો તે એક જ છે. આમ જ કહેવાય છે. આ વાત આપણે હવે એક ઉદાહરણ પૂર્વક સમજીએ. ||૧૭ી. जातरूपं यथा जात्यं, बहुरूपमपि स्थितम् । सर्वत्रापि तदेवैकं, परमात्मा तथा प्रभुः ॥१८॥
ગાથાર્થ :- જેમ ઉત્તમ એવું સુવર્ણ, હાર-વીંટી-કડુ-કુંડળ આદિ અલંકારો રૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સર્વત્ર (સર્વે પણ અલંકારોમાં) તે સુવર્ણ સુવર્ણપણે એક જ છે. સમાન જ છે. તેવી રીતે વીતરાગ પરમાત્મા પણ અનંતની સંખ્યામાં હોવા છતાં પણ સમાન સ્વરૂપે હોવાથી એક જ છે. ll૧૮ll