________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૪૫ કંચન-કામિનીની મોહદશાને જીતીને અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિ રૂપ ઉત્તમ આત્મધર્મનું પાલન કરીને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો પૂરેપૂરા જુસ્સા સાથે આ જીવ પ્રયત્ન કરે છે. તેમાં આવતા ઉપસર્ગ-પરિષદો સહન કરે છે.
| ઉત્તમ ગુરુવર્યોની સેવા કરીને શાસ્ત્રોના અધ્યયને જ ઘણું મહત્ત્વ આપીને તે દિશામાં આ જીવ એવો લયલીન બની જાય છે કે જાણે પરમાનંદરૂપી અમૃતનું પાનું જ કરતો હોય તેવો લીન બની જાય છે.
આવો નિર્વિકારી, મોહને જીતનાર બનીને શ્રી વીતરાગ પરમાત્માના સાલંબન ધ્યાન દ્વારા નિરાલંબન ધ્યાનમાં આવવાનો પ્રયત્ન કરે છે. તેમાં સફળતા પ્રાપ્ત કરીને નિરાલંબન ધ્યાન દ્વારા ઘાતકર્મોનો ક્ષય કરીને આ જ આત્મા કેવળજ્ઞાની અને કેવળદર્શની બને છે. મોહસાગરને તરી જાય છે. અનાદિકાળથી દબાયેલા આત્માના સર્વ ગુણો પ્રગટ કરે છે. શેષ અઘાતી કર્મોને ખપાવવા પરોપદેશ આપવા રૂપ ધર્મકાર્ય કરતો કરતો શેષ આયુષ્યની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી ગામાનુગામ વિહાર કરે છે. //૪૭ll. इति तत्त्वोपदेशौघक्षालितामलमानसः । निद्वन्द्व उचिताचारः, सर्वस्यानन्ददायकः ॥४८॥
ગાથાર્થ આ પ્રમાણે તત્ત્વના ઉપદેશ રૂપી જળસમૂહથી પ્રક્ષાલિત કર્યું છે અને નિર્મળ બનાવ્યું છે મન જેણે એવો તે યોગી રાગ-દ્વેષ તથા કામ-ક્રોધ આદિ દ્વન્દ્રોને જીતીને પોતાની ભૂમિકાને ઉચિત જ્ઞાનાચારાદિનું શ્રેષ્ઠ આચરણ કરીને સર્વ લોકોને આનંદ આપનારો બને છે. ll૪૮
વિવેચન - આ યોગસાર નામના ગ્રંથમાં ગ્રંથકાર મહર્ષિએ આત્માનું કલ્યાણ થાય તે રીતે ભાવો વર્ણવ્યા છે.