________________
પંચમ પ્રસ્તાવ
યોગસાર આશયવાળો બન્યો છતો કામદશા અને વિષયાસક્તિ દશાથી પરાશ્રુંખ બનીને શૂરવીર પુરુષની જેમ ઉત્તમ ધર્મની આરાધનાના કાર્યમાં લયલીન બને છે. ૫૪૭ના
૩૪૪
વિવેચન - હવે આ વાતનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહાત્મા જણાવે છે કે મોહના સંસ્કારો આજ-કાલના નથી. અનાદિકાળના છે. ગાઢા છે, રૂઢ થયેલા છે. કપડામાં પડેલા ઉંડા ડાઘને કાઢવો જેમ મુશ્કેલ છે, તેમ આ મોહદશાના સંસ્કારો ઉપર વિજય મેળવવો ઘણો જ દુષ્કર છે, તો પણ ગુરુનિશ્રા, આગમોનો અભ્યાસ, સતત જ્ઞાનાભ્યાસમાં લયલીનતા અને ઉત્તમ આત્માઓની નિશ્રામાં જ વર્તવાપણું. આવાં આલંબનોથી મોહદશાનો નાશ કરીને ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને
આ જીવ સર્વજ્ઞ-સર્વદર્શી અર્થાત્ કેવળજ્ઞાની અને કેવળદર્શી બને છે. સંસાર સાગરને તરે છે. મોહજન્ય વિકલ્પોવાળી દશામાંથી નિર્વિકલ્પ દશાને પામે છે.
કેવળજ્ઞાનવાળી દશાને પ્રાપ્ત કરવા માટેના આ તમામ ઉપાયો છે. (૧) ઔચિત્ય વ્યવહાર, (૨) આત્મતત્ત્વના સાધક વ્યવહાર, (૩) સદાચારી જીવન, (૪) ઉપસર્ગો સહન કરવાની તૈયારી, (૫) ગમે તેવા કપરા પ્રસંગોમાં પણ ક્રોધાદિ ચારે કષાયો ઉપર અતિશય કાબૂ, (૬) મગજમાં પાંચે વિષયોની ભયંકરતાની ઊંડી સમજ, (૭) ભવ વધી જાય તેનો અતિશય ભય, (૮) એટલે ડગલે ને પગલે બરાબર સજાગ-સાવધાન, (૯) કોઈના પણ ઉપર રાગ કે દ્વેષ ન આવી જાય તેના માટે અત્યંત જાગ્રતિ.
આવા આવા અનેક ઉત્તમ સંસ્કારોથી પોતાના આત્માને ભાવિત બનાવીને અતિશય નિર્મળ અને વિશુદ્ધ એવી પરિણામની ધારાને ધારણ કરીને મોહની સામે અતિશય સાવધાન અને શૂરવીર સાધક બનીને