________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૪૩ અને અચલિત સ્વભાવમાં રહેવાની કોશિશ કરે છે. આમ કરતાં કરતાં સંસારી ભાવોનો મોહ ઘટાડતો ઘટાડતો ઇષ્ટ વસ્તુઓની રાગદશા અને અનિષ્ટ વસ્તુઓની દ્રષદશા ભૂલી જઈને અતિશય ઉદાસીન સ્વભાવવાળો (જે કાળે જેવા સંજોગો હોય તે કાળે તેવા સંજોગોમાં પોતાની આત્મજાગૃતિને પૂરેપૂરી સાચવી રાખનારો) આ જીવ બને છે.
ક્યાંય મોહદશામાં અંજાતો નથી, જેમ નદીનું પૂર સામે આવતું હોય ત્યારે કુશળ તરવૈયો તિર્ફે ચાલીને તે પૂરને જેમ પસાર કરે છે, તેમ આ જીવ પણ રાગ-દ્વેષ ઉત્પન્ન થાય તેવી મોહજનક સામગ્રી આવે છતે પણ તેમાં જરા પણ થાપ ખાધા વિના સજાગ રહીને આગળ વધે છે. પોતાની નાની-મોટી ભૂલો ન થઈ જાય તે માટે ગીતાર્થ મુનિઓની નિશ્રામાં જ વર્તે છે.
આમ ઉત્કૃષ્ટ ચારિત્ર ધર્મની આરાધના કરતાં કરતાં જ્ઞાન-દર્શનચારિત્ર ધર્મની સાધના કરતાં કરતાં, મોહદશાનો પરાભવ કરતાં કરતાં સાનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં એકદમ સમભાવવાળા બનીને કર્મોના ભૂકા બોલાવતો બોલાવતો આ જીવ કિનારાની અતિશય નજીક આવી જાય છે કે જયાં હવે ડૂબવાનો ભય રહેતો નથી. ત્યાં આવીને ક્ષપકશ્રેણી માંડીને ક્ષીણમોહી બનીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવી અતિશય નજીક દશાને પામે છે. ll૪૫-૪૬ll एभिः सर्वात्मना भावैर्भावितात्मा शुभाशयः । कामार्थविमुखः शूरः, सुधर्मैकरतिर्भवेत् ॥४७॥
ગાથાર્થ – ઉપર જણાવેલી મોહની દશાનો નાશ કરે એવી સર્વ પ્રકારની સામગ્રી દ્વારા મોહને ચકચૂર કરીને સર્વ પ્રકારના ઉત્તમ ભાવોથી સંસ્કારિત છે. આત્મા જેનો એવો ભાવિતાત્મા ઉત્તમ