________________
૩૪૨ પંચમ પ્રસ્તાવ
યોગસાર ભાન ભૂલી જઈને સંસારિક સુખમાં એટલે કે કંચન-કામિનીના ઉપભોગમાં આસક્ત-તન્મય બની જઈને ઊંડા એવા આ ભવસાગરમાં આ જીવ ડૂબી જાય છે.
જેમ કે કંડરીક મુનિ, કુલવાલક મુનિ, બ્રહ્મદત્ત ચક્રવર્તી વિગેરે અનેક જીવો પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં અને તેના દ્વારા થતા કષાયોમાં આસક્ત થયા છતા સંસાર સાગરમાં ડૂબી ગયા છે અને ડૂબી જાય છે. આ સઘળી કરામત મોહનીય કર્મની છે. રાગ અને દ્વેષની જ કરામત છે. આવું સમજીને સાગરમાં ડૂબતાં ડૂબતાં જેમ કોઈ પર્વતના જેવું સ્થિર ઉભા રહેવાનું સ્થાન મળી જાય, તેમ દશ દૃષ્ટાંતે દુર્લભ એવા માનવભવને પ્રાપ્ત કરીને તેમાં પણ સગુરુનો યોગ-સાચો માર્ગ-નિરોગી દેહ, જૈનશાસન ઇત્યાદિ આત્મકલ્યાણરૂપ સાધ્ય સાધવાની સામગ્રી મળે છતે સદ્ગુરુ પાસે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ જાણીને તેનો યથાસ્થાને પ્રયોગ કરીને તેઓની જ પાસેથી નિશ્ચયમાર્ગ અને વ્યવહારમાર્ગનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાન અને સમ્યક ક્રિયારૂપી ઉત્તમ આલંબન મેળવીને સતત જ્ઞાનાભ્યાસમાં અને ચારિત્રપાલનમાં રક્ત બની – ઓતપ્રોત થઈને શ્રી તીર્થંકર પરમાત્માએ કહેલાં જિનાગમોને= પિસ્તાલીસ આગમોનું યથોચિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેના જ આલંબને આગળ વધતો વધતો તે જીવ કુશળ તરવૈયાની જેમ આ ભવસાગરના કિનારે આવે છે.
અહીં સુધી આવવામાં નિશ્ચય-વ્યવહારનું યથાર્થ જ્ઞાન, યથાર્થ સંયમ પાલન, ઉત્તમ ગુરુજીની નિશ્રા, મોહદશા ઉપરનો કાબૂ ઇત્યાદિ આલંબનોની અતિશય જરૂર રહે છે. તેને પ્રાપ્ત કરીને તેનાથી મોહદશાને ચકચૂર કરીને લગભગ કિનારા સુધી આવેલો આ જીવ વધારે ઉત્સાહિત થયો છતો કર્મો ખપાવવા માટે ઉપસર્ગો આવે તો પણ સહન કરવા