________________
૧૯૨
તૃતીય પ્રસ્તાવ
યોગસાર વિયોગ થતાં તેટલું જ દુઃખ થાય છે. માટે તે આનંદ કાયમી નથી. જેમ પતિ-પત્નીનાં લગ્ન થાય અને પરસ્પર મીલન થાય, એટલે જીવને પદ્રવ્યની પ્રાપ્તિથી સુખ લાગે છે. પરંતુ બન્નેમાંથી કોઈ પણ એકનું
જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેટલું જ દુઃખ થાય છે. માટે પરદ્રવ્યના સંજોગજન્ય સુખો વિયોગજન્ય દુઃખોથી અવશ્ય ભરેલા જ છે. માટે તે વાસ્તવિક સુખ નથી. શાસ્ત્રમાં જ કહ્યું છે કે – संजोगमूला जीवेण, पत्ता दुःखपरम्परा । તષ્ઠા સંનોસમ્બન્ધ, સબંતિવિ વસિરિયંસંથારાપોરિસી સૂત્ર)
પદ્રવ્યોના સંયોગથી થનારૂં સુખ ક્ષણિક છે, નાશવંત છે. તેની પ્રાપ્તિ કરવામાં પણ દુઃખ અનુભવવું પડે અને પ્રાપ્ત થયા પછી વિયોગકાલે પણ ઘણું જ દુ:ખ આપનાર છે. તેથી પરદ્રવ્યોના સંજોગમાં સુખ ન સમજતાં પોતાના આત્મામાં સમવાય સંબંધથી (અભેદ સંબંધથી રહેલા) ગુણોના આનંદમાં જ સુખ છે. આમ સમજવું જોઈએ અને ભોગ તથા ભોગના સાધનો મેળવવાને બદલે ગુણો અને ગુણોના આવિર્ભાવમાં જ સુખબુદ્ધિ કરવી જોઈએ અને તે ગુણોના પ્રગટીકરણમાં જ સાચા જીવે પ્રયત્નશીલ બનવું જોઈએ. //લપી साम्यं मानसभावेषु, साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु, साम्यं सर्वत्र सर्वदा ॥१६॥ स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा, साम्यं सेव्यं सुयोगिना ॥१७॥
ગાથાર્થ - યોગી મહાત્મા માનસિક વિચારોમાં સામ્યભાવવાળા હોય છે. વચનના પ્રયોગોમાં સામ્યભાવવાળા હોય છે. તથા કાયાની સર્વ પ્રક્રિયામાં સમતાભાવવાળા હોય છે. આમ સર્વ સ્થાનોમાં સર્વકાળે સમભાવથી જ યુક્ત હોય છે. /૧૬ll