________________
૪૮ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર હોવાથી એક છે. આમ કહેવાય છે. દ્રવ્યથી સંખ્યાની દૃષ્ટિએ સિદ્ધ ભગવંતો અનંત હોવા છતાં પણ સમાન સ્વરૂપવાળા હોવાથી એક જ છે. આમ કહેવાય છે. સર્વે પણ સિદ્ધ ભગવંતોમાં સિદ્ધતા સમાન હોવાથી સિદ્ધ પરમાત્મા એક જ છે, આમ કહેવાય છે.
અનંત સિદ્ધ ભગવંતોમાં રહેલી સિદ્ધતા એક છે સમાન છે. આ વાત અલંકારના ઉદાહરણથી જાણી લેવી. જેમ સુવર્ણના અલંકારો ભલે જુદા જુદા હોય, પરંતુ તે બધા જ અલંકારો સુવર્ણરૂપે એક જ છે, તેમ સિદ્ધ ભગવંતો વ્યક્તિપણે ભલે અનંત છે તો પણ સમાન સ્વરૂપવાળા હોવાથી એક જ છે. જે જે આત્માઓ મોક્ષે ગયા છે, મોક્ષે જાય છે અને મોક્ષે જશે તે સર્વે પણ આત્મામાં અનંત અનંત ગુણો સરખા હોવાથી સર્વે પણ તે આત્મામાં સિદ્ધતા-શુદ્ધતા-પૂર્ણતા અનંતતા એક સરખી સમાન હોવાથી સિદ્ધ ભગવંત એક જ છે. આમ પણ અપેક્ષા વિશેષથી કહેવાય છે. /૧૮ll
आकाशवदरूपोऽसौ, चिद्पो नीरुजः शिवः । सिद्धक्षेत्रगतोऽनंतो, नित्यः शं परमश्नुते ॥१९॥
ગાથાર્થ :- આ પરમાત્મા આકાશની જેમ અરૂપી છે. ચિરૂપ અર્થાત્ જ્ઞાનમય છે, રોગ રહિત છે, કલ્યાણમય છે, સિદ્ધક્ષેત્રમાં ગયેલા છે. અનંત કાળ સુધી ત્યાં જ રહેનાર હોવાથી અનંત છે અને સદાકાળ પરમ સુખનો અનુભવ કરનારા છે. ૧૯મી
વિવેચન :- મોક્ષમાં ગયેલા આ પરમાત્મા આકાશદ્રવ્યની જેમ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત અર્થાતુ અરૂપી છે. આત્માનું પોતાનું મૂલસ્વરૂપ અરૂપી છે. તે સ્વરૂપને આ પરમાત્મા પામેલા છે. તેથી સદાકાળ રૂપાદિ રહિત-અરૂપી છે તથા ચેતનદ્રવ્ય હોવાથી