________________
૧૮૨ તૃતીય પ્રસ્તાવ
યોગસાર સુખનો આનંદ ક્ષણમાત્ર પૂરતો જ હોય છે. કલ્પનાજન્ય જ સુખ હોય છે. પરમાર્થે તો સંયોગ-વિયોગમાં દુઃખો જ હોય છે. ત્યાં સુખનો આભાસ માત્ર જ છે. ઝાંઝવાના જળ જેવું ભ્રમાત્મક માત્ર સુખ છે. પારમાર્થિક સુખ નથી જ. આ તત્ત્વનો પારમાર્થિક રીતે વિચાર કરવો અતિશય જરૂરી છે. તેથી रागोऽभीष्टेषु सर्वेषु, द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु, मानः परपराभवे ॥८॥ लोभः परार्थसंप्राप्तौ, माया च परवञ्चने । गते मृते तथा शोको, हर्षश्चागतजातयोः ॥९॥ अरतिविषयग्रामे, याऽशुभे च शुभे रतिः । चौरादिभ्यो भयं चैव, कुत्सा कुत्सितवस्तुषु ॥१०॥ वेदोदयश्च संभोगे, व्यलीयेत मुनेर्यदा । अन्तः शुद्धिकरं, साम्यामृतमुज्जृभते तदा ॥११॥
ગાથાર્થ - મનગમતી ઇષ્ટ વસ્તુઓ પ્રત્યે આ જીવને રાગ હોય છે અને અણગમતી વસ્તુઓ પ્રત્યે દ્વેષ હોય છે. જે જીવે આપણો અપરાધ કર્યો હોય તેના ઉપર ગુસ્સો-ક્રોધ થાય છે. પર વ્યક્તિનો પરાભવ કરવામાં માન અથવા પર વ્યક્તિથી આપણો પરાભવ થાય ત્યારે માન ઉત્પન્ન થાય છે. //૮
અન્ય વ્યક્તિના ધનની પ્રાપ્તિ થયે છતે લોભ, અન્યને છેતરવા માટે કરાતી માયા-કપટ-જૂઠ, કોઈ પણ વસ્તુ ખોવાયે છતે અથવા નિકટના સગપણવાળું કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છતે થતો શોક, કિંમતી વસ્તુની પ્રાપ્તિ થયે છતે તથા પુત્ર જન્માદિનો લાભ થયે છતે થતો હર્ષ. કા.