________________
તૃતીય પ્રસ્તાવ
૧૮૩
અશુભ વિષયોનો . સમૂહ પ્રાપ્ત થયે છતે થતી અરિત અને શુભ વિષયોના સમૂહ પ્રાપ્ત થયે છતે થતી રિત, ચોર-લૂંટારા આદિથી થતો ભય તથા દુર્ગંછનીય વસ્તુઓ તરફ થતી જુગુપ્સા. ।।૧૦।
યોગસાર
સંભોગ ક્રિયામાં થતો વેદોદય, આ સર્વે મોહના વિકારો છે. ત્યાગી એવા મુનિને આ સર્વે પણ વિકારો જ્યારે નાશ પામે છે, ત્યારે જ આત્માની આત્યંતિક શાંતિને કરનારૂં સમતાભાવ રૂપી અમૃત પ્રગટ થાય છે અને તે અમૃત ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. ।।૧૧।
વિવેચન – “સમભાવદશા” એ આત્મતત્ત્વ પામવાનો પરમ ઉપાય છે. રાગ-દ્વેષ આદિ ભાવો આત્માના અધ્યવસાયને મલીન કરનારા તત્ત્વો છે. તેથી રાગ-દ્વેષ આદિ દોષોને જીતવા જ જોઈએ. તેથી ગુરુજીની નિશ્રામાં રહેનારા મુનિ જૈન આગમોનો અભ્યાસ કરતા કરતા અભ્યાસના કારણે તથા ગુરુજીની નિશ્રાના કારણે રાગાદિ દોષોને જીતે છે અને મુનિ જીવનનો વધારે વિકાસ કરનારા એવા ક્ષમા આદિ દશવિધ મુનિધર્મોનું નિરંતર પાલન કરે છે. જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારોનું સારામાં સારૂં પાલન કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આત્મસાત્ કરે છે. આવું શ્રેષ્ઠ ગુણમય જીવન જીવવાના કારણે જ રાગાદિ દોષોનો નાશ થવાથી અંતર આત્માને અતિશય નિર્મળતા આપનારી પરમ સમતા
આ જીવમાં પ્રગટે છે. તે સમતારસ રૂપી અમૃતનું પાન કરવાથી મુનિના જીવનમાં ઘણો પલટો આવી જાય છે. ગમે તેવી મનગમતી વસ્તુઓનો સંયોગ થાય અથવા ચારે બાજુથી માનાદિની પ્રાપ્તિ થાય તથા સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય તો પણ અલ્પ માત્રાએ પણ રાગાદિ કષાયોનો પ્રાદુર્ભાવ થતો નથી.
તથા અનિષ્ટ વસ્તુઓ સામે આવી ચડે અથવા પ્રતિકૂળ સંજોગો ઉભા થાય તો પણ ક્યારેય પણ અણગમો-દ્વેષ થતો નથી, પરંતુ બન્ને પ્રસંગોમાં આ મુનિ મહારાજ સમભાવમાં જ વર્તે છે.