________________
૧૮૪ તૃતીય પ્રસ્તાવ
યોગસાર ૧. ઇષ્ટ વસ્તુઓમાં પ્રીતિ કરવી તે રાગ ૨. અનિષ્ટ વસ્તુઓમાં અપ્રીતિ કરવી તે દ્વેષ ૩. આપણો જેણે અપરાધ કર્યો હોય તેના ઉપર ગુસ્સો કરવો તે ક્રોધ ૪. અન્યનો પરાભવ કરવો અથવા અન્ય તરફથી પરાભવ થાય
ત્યારે અભિમાન રાખવું. તે માન ૫. પરની સંપત્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા તે લોભ
અન્યને છેતરવાની જે બુદ્ધિ તે માયા ૭. કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા નિકટની સગી વ્યક્તિ મૃત્યુ પામે
ત્યારે રડવું. ઉદાસીન થવું તે શોક. ૮. મૂલ્યવાન વસ્તુના આગમનમાં અને પુત્રાદિના જન્માદિમાં હર્ષ
વિશેષ થવો તે હાસ્ય. અણગમતા પાંચ ઇન્દ્રિયોના વિષય પ્રાપ્ત થયે છતે જે અપ્રીતિ
થાય તે અરતિ. ૧૦. ગમતા એવા પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થયે છતે જે પ્રીતિ
થાય તે રતિ. ૧૧. ચોર-લૂંટારા-વાઘ-સિંહ આદિ પ્રાણઘાતક પ્રાણીઓથી જે બીક
લાગે છે તે ભય ૧૨. નિંદનીય-હલકી વસ્તુ જોઈને તેના ઉપર જે ઉદ્દેગ (નાખુશીભાવ)
થાય છે તે જુગુપ્તા ૧૩ થી ૧૫. સ્ત્રીજીવને પુરુષ સાથે અને પુરુષજીવને સ્ત્રી સાથે જે જે
સંભોગ કરવાની ઇચ્છા થાય છે, તે ત્રણ પ્રકારના વેદોદય
આમ નવ નોકષાય-ક્રોધ-માન-માયા-લોભ આ ચાર કષાય અને રાગ તથા ષ. આમ પન્નરે પ્રકારના આ કષાયો અને નોકષાયો આત્મસ્વરૂપના ઘાતક છે. મૂળથી જ ત્યજવા જેવા છે, દૂર કરવા જેવા છે.